બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જગન્નાથજીની રથયાત્રાનો લઈને રાજ્યમાં છંછેડાયો નવો વિવાદ, વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો આક્ષેપ, ભાજપથી છેતરાયા ખુદ ભગવાન...

અમદાવાદમાં રથયાત્રાની142 વર્ષની પરંપરા તૂટતા ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ જોરદાર વિવાદ ચાલુ થઇ ગયો છે, રથયાત્રા અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે, અમારી સાથે રમત રમાઈ છે મે જેમના પર ભરોસો રાખ્યો હતો એ ખોટો પડ્યો.. દિલીપ દાસજીએ રાજય સરકારને આડે હાથે લીધી હોય તેમ લાગી રહ્યું છે.



જો કે આ સમગ્ર મામલે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપથી ખુદ ભગવાન છેતરાયા, 142 વર્ષની ઐતિહાસિક પરંપરા તુટ્યાનુ સૌને અત્યંત દુઃખ છે, પરંતુ છેલ્લા ૨૫ વર્ષથી ખાલી ભાષણો થકી જ ભોળી પ્રજાને છેતરનારી ભાજપા સરકારે, હવે અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રા અંગે ખુદ "'ભગવાન જગન્નાથ"'ને છેતરવાનુ કામ શું કામે અને કોના ઈશારે કર્યું હશે.?



આ સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, રથયાત્રાની તારીખ નક્કી હતી તો શું કામ સરકારે આગોતરો સર્વે કરી ,અહેવાલ અને આયોજનની માહિતી સાથે કોર્ટમાં મંજુરી માટે રજુઆત ના કરી? શું અમિત શાહ, વિજય રૂપાણી, તેમજ પ્રદીપસિંહ બધું જાણતા હતા છતાં ખોટો ભરોસો આપ્યો? મહંતશ્રીની જેમ સરકારે ગુજરાતની જનતાની લાગણીઓ સાથે પણ રમત રમી છે.