બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમદાવાદની રોઝરી સ્કૂલ દ્વારા ગુજરાત વાલી એકતા મંડળની રજુઆત ને ધ્યાને લઈને ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાની મહામારી ચાલી રહી છે.આ દરમિયાન શાળા કોલેજો દ્વારા ફી વસુલાઈ રહી છે.આ દરમિયાન અમદાવાદની જાણીતી રોઝરી સ્કૂલ દ્વારા ફી પણ વધારવામાં આવી હતી.અને સ્કૂલ ફી પણ લેવામાં આવી હતી.તેને લઈને બે દિવસ પહેલા ગુજરાત વાલી એકતા મંડળ પ્રમુખ જયેશ પટેલ તેમજ ગુજરાત વાલી એકતા મંડળ ના આગેવાનો દ્વારા રજુઆત  કરવામાં આવી હતી કે સ્કૂલ ફી માફ કરો અને ફી જે વધારવામાં આવી છે તે વધારો પાછો ખેંચો.ત્યારબાદ રોઝરી સ્કુલ દ્વારા ચાલુ વર્ષે વધારેલી ફી ઘટાડવા મા આવી.અને જેમણે ફી ભરી દીધી છે તેમને પણ વધારા ની ચુકવેલી રકમ પરત અપાશે.ફી ન ભરી શકનાર વિધાર્થીઓને ઓનલાઈમ શિક્ષણથી બાકાત રાખવામા આવ્યા હતા તેમને પણ ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું.



ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સ્કુલ બંધ તો ફી બંધ અભિયાન ચાલી રહ્યું છે તેમાં તેમની માંગ છે કે છ મહીના ની ફી માફ કરવામાં આવે