વહીવટી તંત્રની ઘોર બેદરકારીએ 8 જિંદગીનો ભોગ...
રાજ્યમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે ત્યારે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થતાં હોય છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ચોથા માળે આઇસીયું વોર્ડમાં આગ લાગી અને 8 વ્યક્તિઓના મૃત્યુ થયા.
હોસ્પિટલમાં દર્દી માટે સૌથી સુરક્ષિત જગ્યા આઇસીયું વોર્ડને ગણવામાં આવે છે કે જ્યાં કોઈ બહારની વ્યક્તિને પણ જવા દેવામાં આવતી નથી ત્યારે આઇસીયું વોર્ડમાં જ આગ લાગતા એક સાથે 8 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ICU વોર્ડમાં પેશન્ટ સુરક્ષિત હોવાના બદલે અસુરક્ષિત છે.
હોસ્પિટલમાં લાગેલી આગ મામલે રાજકારણ પણ ગરમાયુ છે. તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલને ફાયર સર્ટિફિકેટ વગર જ AMC એ કોવિડ હોસ્પિટલ બનાવી છે તો આ તમામના મોતના જવાબદાર કોણ??
બીજી તરફ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ફાયર સેફટીના નામે મોટા મોટા બણગા ફૂંકવામાં આવે છે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે. અમદાવાદ મહાનગર પાલિકામાં કમિશ્નર અને વહીવટકર્તાઓની ઘોર બેદરકારીના પરિણામના કારણે છેલ્લા 1-1 વર્ષથી રિજનલ ફાયર ઓફિસરની પસંદગી થઈ ગયા છતાં નિમણૂક પત્ર નથી આપવામાં આવ્યા, ઉમેદવારો સાથે તો અન્યાય થઈ રહ્યો છે પણ બીજી બાજુ આવી ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. આ મુદ્દે કમિશ્નર અને વહીવહી કર્તા ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે છે કે કેમ તેતો જોઉં જ રહ્યું...