બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જગ જાહેર હોવા છતાં 8 લોકોના મૃત્યુનું કારણ છુપાવતી રાજ્યની સંવેદનશીલ સરકાર, શંકરસિંહના આકરા પ્રહારો...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે ગઈકાલે જ અમદાવાદ શહેરમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી અને 8 કોરોના દર્દીઓ જીવતા ભૂંજાય હતા, જેમની ચિતાની આગ હાજી સુધી ઠરી નથી ત્યારે કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી છે.



શહેરની શ્રેય હૉસ્પિટલમાં આગ લાગવાના પરિણામે 8 પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ઘણા પરિવાર તો એવા છે કે તેમનો આધાર જ એ મોભી હતા. શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી ત્યાં ICUમાં સારવાર માટે દાખલ કરાયેલા આઠ દર્દીનાં મોત થયા તે જગ જાહેર છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના સ્મશાન ગૃહે મૃતકોની અંતિમવિધિ સમયે કરેલી નોંધમાં આગના પરિણામે નહીં પરંતુ કોરોનાને પરિણામે મૃત્યુ થયું લખ્યું હોવાનું ઘટસ્ફોટ થયો છે.



એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશને સરકારી ચોપડા પર પીડિતોનાં મૃત્યુ આગને પરિણામે નહીં પરંતુ કોરોનાને પરિણામે થયા હોવાનું નોંધ્યું છે. રાજ્યની સંવેદનશીલ સરકારના નામે જાણીતી રૂપાણી સરકારની સંવેદના ક્યાંય દેખાતી નથી. હોસ્પિટલમાં લેવાતી ફી ની સામે સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય પણ ચણા મમરા બરાબર છે. જ્યારે સરકાર દ્વારા પણ આવી મહામારીના સમયે તમામ માનવતા નેવે મૂકી છે. ગઈકાલે આગની બનાવ બાદ પણ મેયર બીજલ પટેલ જવાબ આપવાના બદલે ચાલતી પકડી હતી, હજી તો 8 લોકોના મૃત્યુ માટે જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે ત્યારે ફરીથી કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે, તેમજ આ સમગ્ર ઘટનામાં રાજ્યની સંવેદનશીલ કહેવાતી સરકાર આંખ આડા કાન કરી રહી છે.



આ સમગ્ર મામલે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા બાપુએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને સરકાર ક્યાંકને ક્યાંક પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે તેમ જ પોતાના લોકોને છાવરી રહી છે તેમ જણાવ્યું છે.