બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જાણો કોણ છે બળાત્કારના કેસમાં લાંચ લેનારી મહિલા PSI, શું છે સમગ્ર ઘટનાક્રમ...

આ તોડબાજ PSI કેશોદની વતની છે.વિવાદિત મહિલા પીએસઆઇની લાઈફ સ્ટાઈલ  હાઈ-ફાઈવ છે. તેમનો માસુમિયત ચહેરો અને દેખાવ જોતા આટલી મોટી રકમ નો તોડ કરે તે પહેલી નજરે કોઇ વિચારી ન શકે. પરંતુ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. અમદાવાદમાં એક બળાત્કાર કેસની તપાસ કરી રહેલા મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજા સામે 35 લાખ રૂપિયાનો તોડ કરવા મામલે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ મહિલા પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા પીએસઆઇને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે.




મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજા એ GSP ક્રોપ સાયન્સ કંપનીના MD કેનાલ શાહ કે જે બળાત્કાર કેસમાં આરોપી તરીકે દર્શાવેલ છે. આ વ્યક્તિ સામે બે ફરિયાદ થતા તેની પાસે  બળાત્કાર પ્રકરણમાં તપાસ દરમિયાન પાસામાં ફીટ ન કરવા મામલે ફેબ્રુઆરીમાં રૂપિયા 20 લાખ માગ્યા હતા. આમ તો માંગણી ૩૫ લાખની હતી પરંતુ તે સમયે 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થતા આ રકમ આરોપીની ઓફિસના સ્ટાફ મારફતે આંગડિયા દ્વારા જામજોધપુર ખાતે મોકલવામાં આવ્યા હતા. જામજોધપુરમાં મહિલા પીએસઆઇના નજીકના કોઈ સગાએ રૂપિયા સ્વીકાર્યાનું તપાસમાં ખુલવા પામ્યું છે. આ પુરાવા મળતા તોડ પ્રકરણમાં મહત્વના મનાય રહ્યા છે.




તપાસનીશ અધિકારીએ આ સિવાય અન્ય કોઈ કેસમાં મહિલા પીએસઆઇ જાડેજા એ ગેરકાયદે રૂપિયા લીધા છે કે કેમ તે અંગે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એટલું જ નહીં પરંતુ તપાસમાં Whatsapp ચેટ અને ફોન રેકોર્ડિંગ પણ પુરાવા તરીકે લીધા હોવાનું જાણવા મળ્યું છે.




અમદાવાદ ખાતે ફરજ બજાવતા તોડબાજ મહિલા પીએસઆઇ જાડેજાના પ્રકરણમાં તપાસનો દોર હવે સૌરાષ્ટ્રના જામજોધપુર તરફ ફંટાઈ ગયો છે.