બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અમદાવાદ જીલ્લાના વિરમગામના આ દ્રશ્યો જોઈ તમને લાગશે ક્યા છે કોરોના?? તંત્ર દ્વારા સમગ્ર મામલે આંખ આડા કાન...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે, રાજ્ય સરકાર કોરોના વાયરસ સામે સતત લડી રહ્યું છે જેને લઈને ક્યાંકને ક્યાંક રાજ્યમાં સંપૂર્ણ પણે ST બસો પણ ચાલુ કરવામાં આવી રહી નથી. તેમજ સરકાર દ્વારા લોકોને સોશિયલ ડીસ્ટન્સ રાખવા પણ કહેવામાં આવી રહ્યું છે, રાજ્યના ઘણા વિસ્તારોમાં હજી સુધી સંપૂર્ણ પણે ST બસ ચાલુ કરવામાં આવી નથી ત્યારે ખાનગી પેસેન્જર વાહનોને કમાવવાનું સાધન મળી ગયું છે પરંતુ પૈસા કમાવવાની ગાંડી ઘેલછામાં ખાનગી પેસેન્જર વાહન માલિકોએ ક્યાંકને ક્યાંક સરકાર દ્વારા બનાવવામાં આવેલા તમામ નિયમોને નેવે મૂકી દીધા હોય તેમ લાગી રહ્યું છે.




વિરમગામ શહેર આજુબાજુના માંડલ-પાટડી-શંખેશ્વર બહુચરાજી સહિત અમદાવાદ સાથે જોડાયેલું છે આ સેન્ટરો ખાતેથી વિરમગામ આવવા જવા વાળા મુસાફરો મોટી સંખ્યામાં હોય છે ત્યારે હાલમાં રેલવે તેમજ એસટી વ્યવહાર જૂજ સંખ્યામાં હોય મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે ત્યારે ખાનગી વાહન ચાલકો બેફામ ભાડુ વસૂલવા સાથે મુસાફરોને covid-19 ના પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું ઉલંઘન કરી ખીચોખીચ મુસાફરો ભરવામાં આવે છે જેથી કોરોના મહામારી એક શહેરથી બીજા શહેરમાં ફેલાઈ શકે છે શું આ બાબતની જાણ તંત્રને નથી?  કે તંત્રની મીઠી નજર તળે સરેઆમ નિયમોનું ઉલ્લંઘન થઇ રહેલ છે શું આવા બેફામ ખાનગી વાહનચાલકોને ટ્રાફિક પોલીસને નજરે નથી પડતા ટ્રાફિક પોલીસ કોઈ કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આવી જ રીતે ખાનગી વાહન ચાલકો પોતાની મનમાની ચલાવશે??




આ સમગ્ર મામલે સ્થાનિક તંત્ર પર પણ ક્યાંકને ક્યાંક સવાલો ઉભા થઇ રહ્યા છે, વિરમગામનું સ્થાનિક તંત્ર શું આવી રીતે કોરોનાને હરાવવામાં સફળ થશે તે પણ એક મોટો સવાલ છે...