બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

એર ઈન્ડિચયા વન: દંતકથાના ઐરાવતનો આધુનિક અવતાર.

પુરાણકથા અનુસાર દેવો અને દાનવોએ મંદાર પર્વતને મંથનદંડ અને શેષનાગને નેતરું (વલોણાનું દોરડું) બનાવી સમુદ્ર વલોવ્યો ત્યા રે તેમાંથી ૧૪ રત્નોગ નીકળ્યાં હતાં. સૌ પહેલાં કાલકૂટ નામનું હળાહળ ઝેર બહાર આવ્યું, જેનો સ્વી કાર કરવા દેવો કે દાનવો તૈયાર ન થયા ત્યાૂરે ભોળાનાથ એક જ શ્વાસે તે ગટગટાવી ગયા, માટે નીલકંઠ કહેવાયા. સમુદ્રનો વલોપાત થતો ગયો તેમ કામધેનુ ગાય, ઉચ્ચૈ:શ્રવા નામનો જાતવાન અશ્વ, કલ્પાવૃક્ષ, કૌસ્તુાભમણિ વગેરે રત્નોય નીકળતાં રહ્યાં. આમાંનું એક રત્ના સફેદ વાન અને સાત સૂંઢ ધરાવતો ઐરાવત હાથી હતો. એક હજાર ગજરાજોનું સામૂહિક બળ તેનામાં હતું. આકાશમાં ઊડવું, સમુદ્રમાં તરવું અને પાતાળમાં પહોંચવું ઐરાવતની ખૂબી હતી. દેવોના દેવ ઇન્દ્ર એ ઐરાવતને પોતાના વાહન તરીકે રાખ્યો અને તેની મદદથી દસેય દિશાઓનું રક્ષણ કરવા લાગ્યા. 

પુરાણકથાનો ઐરાવત તો જાણે કાલ્પનિક પાત્ર છે, એટલે તેનાં સાક્ષાત્કાર ન થાય. પરંતુ ઓક્ટોબર ૨, ૨૦૨૦ના રોજ નવી દિલ્લીરના રહીશોને આધુનિક યુગના ઐરાવતનું આકાશમાંથી અવતરણ થતું હોવાનો દર્શનલાભ મળ્યો. લાંબી-પાતળી સફેદ કાયા ધરાવતા એ પાંખાળાં ઐરાવતનું નામ: ‘એર ઇન્ડિનયા વન’! ભારતના રાષ્ટ્ર પતિ, ઉપરાષ્ટ્રપતિ તથા વડા પ્રધાનની વિદેશયાત્રા માટે ભારતના વી.આઇ.પી. સ્ક્વોડ્રનમાં સામેલ થયું બોઇંગ-777-300ER શ્રેણીનું લેટેસ્ટ વિમાન કે જે દંતકથાના ઐરાવત જેવું બળૂકું છે. આકાશમાં ૪૦,૦૦૦ ફીટની ઊંચાઈએ ઊડતો એવો લોખંડી કિલ્લોત છે કે જેને ભેદવાનું અસંભવની હદે અશક્ય છે. વિમાનમાં વિજ્ઞાન-ટેક્નોલોજિનના નામે થયેલાં સંસ્કછરણોનો તે કમાલ છે, જેણે ‘એર ઇન્ડિનયા વન’ને ભારતનું સર્વોત્તમ પ્લેનન બનાવ્યું છે. આ વિમાનને રાજકીય આગેવાનોના વૈભવ અને સાહ્યબીના પ્રતીક તરીકે ભલે જોવાતું, પણ હકીકતે તેને વ્યૂતહાત્માક દૃષ્ટિભએ મૂલવવા જેવું છે.