એશ્વર્યા રાય અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
કોરોના પોઝિટિવ આવ્યાના 5 દિવસ પછી, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. હોસ્પિટલમાં 10 દિવસ વિતાવ્યા બાદ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે.અભિષેક બચ્ચને આ ગુડ ન્યુઝને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
અભિષેક બચ્ચને ટ્વીટ કરીને જણાવ્યું કે આપ સહુની સતત પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ બદલ તમારો આભાર માનું છું અને હું કાયમ તેના માટે આપનો રુણી રહીશ. ઐશ્વર્યા અને આરાધ્યા કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેઓ હવે ઘરે રહેશે. હું અને મારા પિતા હોસ્પિટલ સ્ટાફની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં રહીશું.