અજય દેવગણ આગામી ફિલ્મમાં સાદા પોશાક અને સામાન્ય ડાયલોગ બોલતો નજરે ચડશે.
અજય દેવગણ અને દિગ્દર્શક સંજય લીલા ભણશાલી ૨૨ વરસ પછી ફરી સાથે કામ કરી રહ્યા છે. આ બન્ને જણા ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીના શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે આ ફિલ્મ હાલ વિવાદમાં ઘસડાઇ છે. અજય દેવગણ અને સંજય લીલા ભણશાલી કોમર્શિયલ ફિલ્મો અને પાત્રોને લાર્ઝર ધેન લાઇફ રાખવા માટે જાણીતા છે.
સંજય ભણશાલીની આ ફિલ્મમાં અજય ડોન કરીમ લાલાનું પાત્ર ભજવી રહ્યો છે. કહેવાય છે કે, કરીમ લાલાનો ગેટઅપ અને ડાયલોગ આ વખતે સામાન્ય રાખવામાં આવવાના છે.
ઉલ્લેખનીય છે કે, અજયે આ પહેલા ડાયરેકટર રામગોપાલની ફિલ્મ કંપની અને રાજ કુમાર સંતોષીની ખારીમાં નેગેટિવ રોલ કર્યા છે. મિલન લુથારિયાની વન્સઅપોન અટાઇમ ઇન મુંબઇમાં તેણે હાઝી મસ્તાનનો રોલ ભજવ્યો હતો.
આત્રણેય ફિલ્મોમાં એના ગેટઅપ લાર્જર ધેન લાઇફ રહ્યા હતા. ડાયલોગ્સ પર વન લાઇનર અને ભારી ભરખમ હતા. પરંતુ ગંગુબાઇ કાઠિયાવાડીમાં બન્ને પાસાઓને ક્રિએટ્વિસ અને કોમ્પલેક્સ રાખવામાં આવ્યા છે.
સેટ પર હાજર રહેનારા લોકોએ જણાવ્યુ હતું કે, અજય અને સંજયે બન્નેએ મળીને આ નિર્ણય લીધો છે. તેઓ એ વાતનો ખાસ ખ્યાલ રાખી રહ્યા છે કે, કરીમ લાલામાં લોકો હાજી મસ્તાનની છબી જુએ નહીં. આ વખતે અજય સિંપલ શર્ટ અને બોલબેટમ પેન્ટમાં જોવા મળવાનો છે. અજયે આ ફિલ્મના શૂટિંગ માટે ૧૦ દિવસની તારીખો આપી છે.