બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

‘સિટી ગર્લ કોફી’થી બનાવી પોતાની ઓળખાણ

32 વર્ષીય અલિઝા ઈન્ટરનેશનલ વુમેન્સ કોફી અલાયન્સની બોર્ડ ઓફ ડાયરેક્ટર છે. તે દુનિયાભરમાં મહિલાના અધિકારો માટે અવાજ ઉઠાવવા માટે જાણીતી છે. પરિવારના બિઝનેસને આગળ વધારવાની સાથે અલિઝાએ 1990માં પોતાની કોફી બ્રાન્ડ ‘સિટી ગર્લ કોફી’ની શરૂઆત કરી હતી.

અલિઝાએ સ્ટડી દરમિયાન 10 વર્ષ ઈસ્ટ કોસ્ટમાં પસાર કર્યા હતા. ત્યાં તેણે રિટેલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું અને સ્કૂલ કાઉન્સલિંગમાં માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરી. ત્યારબાદ તે 2015માં ફેમિલી બિઝનેસ સંભાળવા માટે મિનેસોટા આવી. અલિઝાના પિતા અલકૈફ કોફી રોસ્ટર્સ નામથી કોફી રોસ્ટિંગનો બિઝનેસ કરે છે. આ બિઝનેસ સંભાળી અલિઝાએ કોફીની દુનિયામાં પોતાની ઓળખ બનાવી.

અલિઝા કંપની માટે એ મહિલાઓ પાસેથી કોફીની ખરીદી કરે છે જે પોતે જ કોફીની ખેતી કરે છે. તે તેની કમાણીનો એક તૃતયાંશ ભાગ એ સંસ્થાઓને આપે છે જે કોફીની ખેતી કરનાર મહિલાઓની મદદ કરે છે. તે કોફીની દુનિયામાં નાના મોટા કામ કરનાર મહિલાઓને તેમના અધિકાર પ્રત્યે જાગૃત કરવા માટે જાણીતી છે.

અલિઝા જણાવે છે કે, કોફીના ખેતરમાં કામ કરનાર મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવતી નથી. તેઓ પોતાનો બિઝનેસ અને આ ફિલ્ડથી જોડાયેલી વાતો જાણતી નથી. આ મહિલાઓના કલ્યાણ માટે હું મારા પ્રયાસોથી કંઈક કરવા માગું છું. અલિઝા તેની બ્રાન્ડનાં માધ્યમથી મહિલા સશક્તિકરણને વેગ આપે છે.