અલ્હાબાદ હાઈકોર્ટે હાથરસ ઘટનાની લીધી નોંધ, યોગી સરકારને ફટકારી નોટિસ
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ પીઠે હાથરસની ઘટના પર ખુબ કડક નિર્દેશ દેતા હાથરસ પોલીસ અને તંત્રના કૃત્ય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ પીઠે હાથરસ દુષ્કર્મ કાંડને ગંભીરતાથી લેતા મામલો ધ્યાને લીધો છે. કોર્ટે ગુરૂવારે ઘટના પર ચિંતા વ્યક્ત કરતા યૂપી સરકાર, વહીવટી તંત્રના અધિકારીઓ અને હાથરસના ડીએમ તથા એસપીને નોટિસ ફટકારી છે.
કોર્ટે પીડિતાની સાથે હાથરસ પોલીસના બર્બર, ક્રૂર અને અમાનવીય વ્યવહાર પર રાજ્ય સરકાર પાસે પણ પ્રતિક્રિયા માગી છે. પીઠ આ મામલાની સુનાવણી 12 ઓક્ટોબરે કરશે. ન્યાયમૂર્તિ રાજન રોય અને ન્યાયમૂર્તિ જસપ્રીત સિંહની પીઠે આ મામલાને સ્વયં ધ્યાને લેતા આદેશ આપ્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ પીઠે હાથરસની ઘટના પર ખુબ કડક નિર્દેશ દેતા હાથરસ પોલીસ અને તંત્રના કૃત્ય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે આ ઘટના પર રાજ્યસરકારની પણ પ્રતિક્રિયા માગી છે. આ સાથે મુખ્ય સચિવ ગૃહ, ડીજીપી, એડીજી કાયદો અને વ્યવસ્થા, હાથરસ ડીએમ અને એસપીને નોટિસ ફટકારીને આગામી સુનાવણી માટે સમન્સ મોકલ્યું છે. હાલમાં એસપી અને ડીએમ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા.