બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જાણો આજની વિશેષ હેલ્થ ટિપ્સ : હૃદયરોગ કેન્સર સહિતના ટાઇપ-૨ ડાયાબિટીસ જેવા રોગોમાં પણ લાભકારી બદામ

 1. મિત્રો તાજેતરમાં જ કરવામાં આવેલી એક રિસર્ચ પ્રમાણે જે લોકો નિયમિત રૂપે બદામ ખાય છે તેઓની ઉમર વધુ લાંબી હોય છે.(ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન) માં પ્રકાશિત એક શોધ મુજબ એ લોકોને ખુબ જ વધારે ફાયદો થયો છે જે લોકો બદામને ચાવી ચાવીને ખાય છે. 

2.ટાઈપ-2 ડાયાબિટીશથી બચવા માટે બદામને રોજે રોજ સવારના નાસ્તામાં સમાવેશ કરો. આવું કરવાથી ટાઈપ-2 ડાયાબિટીશ નું જોખમ ટાળી શકાય છે. 

3.બદામમાં હાઈ ફાયબર અને લો કાર્બોહાઇડ્રેટ હોય છે જે ખરતા વાળ, માથાનો દુખાવો, ચહેરા પરના ખીલ જેવી અનેક સમસ્યાઓ દૂર કરે છે. 

4.તમને જાણીને આશ્ચર્ય થશે કે અમુક પધ્ધતિ પ્રમાણે સેવન કરવાથી વજનમાં વધારો કે ઘટાડો પણ કરી શકાય છે. જેમકે પેટની ચરબી ઓછી કરવા માટે રાતે બદામ પલાળીને રાખવી અને સવારે ખાલી પેટે બદામનું સેવન કરવું, આમ કરવાથી માત્ર એક મહિનાના સમયગાળામાં આપણી પેટની ચરબી ઓછી થઇ જશે. આ ઉપરાંત જે લોકોનું વજન ન વધતું હોય તે લોકોએ રાત 9 થી 10 બદામ પલાળવી અને સવારે એ પલાળેલી બદામના છોતરાં કાઢીને એ બદામ ખાવી અને ઉપર દૂધ પીવું આમ કરવાથી વજનમાં વધારો થાય છે . 


5.પલાળેલી બદામ સવારે ખાવાથી અનેકાનેક ફાયદાઓ થાય છે જેમ કે આંખોના નંબરમાં પણ સારું એવું પરિણામ જોવા મળે છે. આંખોને ઠંડક મળે છે.આંખોની જોવાની ક્ષમતા વધે છે. આંખો ની ફરતે થયેલા ડાર્ક સર્કલ દૂર થાય છે


6.બદામના તો અનેક અવનવા ઉપચારો છે જે આજની પેઢી માટે ઘણા લાભકારક છે. જેમકે સ્કિન ગ્લો માટે રાતે સુતા સમયે નાભિ પર બદામના તેલનું ટીપું મૂકવું. આમ કરવાથી ચહેરો ચમકીલો અને કોમળ બનશે. આંખો અને મગજ માટે પણ બદામ ખુબ જ ગુણકારી છે. 

7.શરીરમાં નબળાઈ વર્તાતી હોય તો બદામ અને ખજૂરનું સેવન અવશ્ય કરવું જોઈએ, આમ કરવાથી ઉર્જામાં વધારો થાય છે. ખજૂર અને બધા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામ અને ખજૂર કરવાથી શરીરમાં લોહીની અછત દૂર કરે છે . બદામ અને ખજુર હૃદયને બળ પૂરું પાડે છે અને મગજની કમજોરી દૂર કરવામાં મદદરૂપ થાય છે.

8.રોજે 20 ગ્રામ બદામ ખાવાથી હૃદયરોગ સહિતના બીજા મહારોગ જેમ કે કેન્સર જેવા રોગોથી પણ બચી શકાય છે. એક રિસર્ચ અનુસાર રોજે 15 થી 20 બદામ ખાવાથી હૃદય રોગનું જોખમ લગભગ 30% જેટલું ઓછું થઇ જાય છે.
9.બદામનું તેલ માથાના તાળવામાં થતી બળતરા ઓછી કરીને ઠંડક પહોંચાડે છે સાથે સાથે ખોડો પણ દૂર કરે છે. બદામમાં વિટામિન-ઈ હોય છે જે વાળને લાંબા અને મુલાયમ બનાવે છે. વાળ સૂકા હોય તો ઘેરા અને મુલાયમ બનાવવા માટે બદામના તેલનો ઉપયોગ કરી શકાય છે. આ તેલ થી વાળ ને વધુ પોષણ મળે છે અને તે મજબૂત થાય છે

10.નાના બાળકોને માલિશમાં બદામના તેલ સાથે તલ અને નાળિયેલ તેલ મેળવીને કરવું ખુબ જ હિતાવહ છે તેનાથી હાડકાઓ મજબૂત બને છે. બાળકોને હળવે હાથે બદામના તેલથી માલિશ કરવાથી રક્તાભિસરણ વધે છે અને ચામડી સુંવાળી બને છે. બદામના તેલનું માલિશ કરવાથી બાળકોના નાજુક હાડકાં મજબૂત બને છે અને સ્નાયુઓ વિકસિત થવાની પ્રક્રિયામાં મદદરૂપ બને છે.


નોંધ :- જે લોકોને હાઈ બ્લડપ્રેશરની પારેશાની છે અને દવા ચાલુ છે તેઓએ બદામનું સેવન કરવું નહિ. સાદી બદામમાં ટૈનિન નામક એન્ઝાઇમ હોય છે જે બદામના પોશાક તત્વો શરીર સુધી પહોંચવામાં અવરોધ બને છે જેથી બદામને પલાળીને તથા છોલીને જ ખાવી ફાયદાકારક છે.