બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પ્રોડક્ટમાં દેશના નામની જાણકારી ન આપવા બદલ એમેઝોન, ફ્લિપકાર્ટને નોટિસ.

૨૦૧૧માં બનેલા ઈ-કોમર્સના નિયમો પ્રમાણે કંપનીઓએ પ્રોડક્ટ ક્યા દેશની છે તે અંગે જાણકારી આપવી ફરજિયાત. ફેસ્ટિવલ સિઝન શરૃ થઈ છે તે સાથે જ સેલની પણ શરૃઆત થઈ છે. બરાબર એ જ સમયે એમેઝોન અને ફ્લિપકાર્ટે નિયમો તોડયા હોવાથી કેન્દ્ર સરકારે બંને ઈ-કોમર્સ કંપનીઓને નોટિસ પાઠવી છે. કેન્દ્ર સરકારના કન્ઝુમર અફેર્સ વિભાગે ૧૫ દિવસમાં બંને કંપનીઓને ખુલાસો કરવાનો આદેશ કર્યો છે.

કેન્દ્ર સરકારે ફેસ્ટિવલ સિઝન વચ્ચે ઈ-કોમર્સ કંપનીઓ - એમેઝોન અને ફ્લિપકાર્ટને નોટિસ પાઠવી છે. પ્લેટફોર્મ પર વેચાતી પ્રોડક્ટ વિશે અનિવાર્ય જાણકારી અપાઈ ન હોવાથી આ નોટિસ પાઠવવામાં આવી છે. કેન્દ્ર સરકારે બધા રાજ્યોને પણ એક નોટિફિકેશન જારી કરીને જે તે રાજ્યોમાં ઈ-કોમર્સ કંપનીઓ નિયમો પાળે છે કે નહીં તે જોવાની તાકીદ કરી છે.

એમેઝોન અને ફ્લિપકાર્ટે આ અંગે કોઈ જ સત્તાવાર નિવેદન આપ્યું ન હતું. ઈ-કોમર્સ ક્ષેત્ર માટે ૨૦૧૧માં બનાવાયેલા કાયદા પ્રમાણે ઈ-કોમર્સ કંપનીઓએ પ્રોડક્ટ વિશે ચોક્કસ પ્રકારની જાણકારી આપવી પડે છે. ખાસ તો પ્રોડક્ટ ક્યા દેશની છે તેની સ્પષ્ટતા આવશ્યક છે. 

નોટીસમાં કહેવાયું હતું કે આ બંને કંપનીઓએ ઘણી પ્રોડક્ટમાં અનિવાર્ય ડિક્લેરેશન આપ્યું નથી એટલે દિવસ ૧૫માં બંને કંપનીએ સરકારને જવાબ આપવાનો રહેશે. સરકારી અધિકારીઓએ કહ્યું હતું કે જો કંપનીઓ નિયત સમયમાં નોટીસનો ખુલાસો નહીં કરે તો સરકાર આગળની કાર્યવાહી કરશે.