બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અંબાજીમાં ભારદવી પૂનમના મેળામાં ભક્તો માતાજીના નહીં કરી શકે દર્શન...

કોરોના મહામારીને પગલે 51 શક્તિપીઠ પૈકીના એક એવા અંબાજીમાં આ વર્ષે તા. 27મી ઓગસ્ટથી ભરાનારા ભાદરવી પૂનમના મેળાને રદ કરવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અંબાજી મંદિર પણ તા. 24મી ઓગસ્ટથી તા. 4 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, ભક્તો ઘરે બેઠા-બેઠા ઓનલાઈન માતાજીના દર્શન કરી શકશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હતા. પરંતુ રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરે છે. જો કે, આ વર્ષે ભક્તો ભાદરવી પૂનમના મેળામાં ભાગ નહીં લઈ શકે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આંબાજી આવતા 1400 જેટલા નેંધાયૈલા સંઘો જ્યાંથી આવે છે તે ગામમાં મુખ્ય વ્યક્તિને માતાજીની ધજા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું છે.

અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ધજાઓનું મંદિર સભા મંડપમાં રાખી સાસ્ત્રોક્ત વીધીથી બ્રાહ્મણો દ્વારા પુજાવીધી કરવામાં આવી હતી અને તમામ સંઘોનુ સંચાલન કરતુ ભાદરવી પુનમીયા સેવાસંઘના અગ્રણીઓ ઉપસ્થીત રખાયા હતા અને આ તમામ ધજો જે સંઘો અંબાજી પગપાળા સંઘ લઈને આવે છે તેમના વતન પહોચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે.