બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતાં AMC ની કાર્યવાહી

વસ્ત્રાપુર રોડ અને પકવાન ચાર રસ્તા નજીકથી લારીઓના દબાણ દૂર કરાયા

રવિવારે મ્યુનિ.ની સોલિડ વેસ્ટ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા વસ્ત્રાપુર લેક, એસજી હાઇવે તથા સિંધુ ભવન રોડ ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સિંધુ ભવન રોડ ખાતે આવેલા જાણીતા એસબીઆર ફૂડ કોર્ટ સહિત 7 જેટલા કાફે તેમજ રેસ્ટોરન્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતાં સીલ કરી દેવામાં આવ્યા છે.

આ રોડ પર આવેલા દેવરાજ ફાર્મને પણ સીલ કરી દેવાયું છે જેમાં અલગ અલગ કોફી શોપ આવેલી છે. જ્યાં બેઠેલા સંખ્યાબંધ યુવકો માસ્ક વિના નજરે પડ્યા હતા. ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પણ જન્મ દિવસની ઉજવણીમાં નિયમોનો ભંગ કર્યાના ફોટા વાયરલ થયા હતા.

આ એકમો સીલ કરાયા
ગ્રેસ કાફે
એસબીઆર
દેવરાજ ફાર્મ
બિસમિલ્લા ફાસ્ટ ફૂડ
ધ પુટનિર
હોટલ પંજાબ માલવા
ક્લોવ્ઝ રેસ્ટોરન્ટ