બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અમદાવાદમાં રાત્રે ફેલાતા કોરોનાને રોકવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો દુરોગામી નિર્ણય

અમદાવાદઃ
લોકડાઉન ખુલ્યા બાદ શહેરમાં કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે દુકાનો ખોલવાની મંજૂરી અપાઈ હતી .દુકાનો ખોલવાની મંજુરી અપાયા બાદ શહેરમાં બધી દુકાનો અને ધંધાઓ ખુલ્યા હતા. જેથી હવે રાત્રે પણ બધી બજારો ખુલી રહે છે. પરંતુ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલાક વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો છે

કોરોના કંટ્રોલ કરવા માટે સરકારે નિમેલા ઓએસડી ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આજે જણાવ્યુ છે કે હવે થી શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ રહેશે. આ વિસ્તારોમાં માત્રે મેડિકલ અને દવાની દુકાનો ખુલ્લી રાખી શકાશે.

  • કયા વિસ્તારોમાં દુકાનો બંધ રહેશે ?


  • શા માટે દુકાનો બંધ કરાઈ ?
ડૉ. રાજીવકુમાર ગુપ્તા દ્વારા જાહેર કરાયેલ નોટમાં જણાવાયુ છે કે ઉપર જણાવેલ વિસ્તારોમાં અને રોડ પર રાત્રી દરમ્યાન મોટી સંખ્યામાં યુવાવર્ગ બહાર નિકળે છે. સાથે જ આ વિસ્તારમાં આવેલી મોટા ભાગે ખાણી પીણીની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્કના નિયમોનું પાલન થતું નથી. જેને લઈને આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મળેલી બેઠકમાં કમિશ્નર મુકેશ કુમાર અને ડે. કમિશ્નરોએ ચર્ચાના અંતે આ નિર્ણય લીધો હતો.

  • રાત્રે દુકાનો બંધ રાખવાનો મતલબ કર્ફ્યુ નથી...
કર્ફ્યુનો અર્થ સંપુર્ણ સંચારબંધી થાય છે. જ્યારે આજે બહાર પાડવામાં આવેલ આદેશમાં કર્ફ્યુનો કોઈ ઉલ્લેખ નથી. આદેશમાં ફક્ત ઉપરના વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો આદેશ છે. બાકીની અવરજવર ચાલુ જ રહેશે. આ અંગે લોકોમાં ગેરસમજ ફેલાય નહી તે માટે અહિં આ વાતનો ઉલ્લેખ કરવો જરુરી છે.