કયાં દેશમાં અમેઝોનનાં 20 હજાર કર્મચારીઓ કોરોના પોઝિટિવ...તો કંપનીએ શું કર્યુ કામ..
અમેરિકાની બહુરાષ્ટ્રિય ઇ-કોમર્સ કંપની અમેઝોનએ જણાવ્યું છે કે અમેરિકામાં કામ કરી રહેલી કંપનીના લગભગ 20,000 કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત છે અથવા તેમના સંક્રમિત હોવાની આશંકા છે. ઓનલાઇન રિટેલ કંપની અમેઝોનએ પહેલીવાર સંક્રમિતોની સંખ્યા બતાવતાં કહ્યું કે તેના કર્મીઓમાં સંક્રમણનો દર સામાન્ય રીતે અમેરિકી જનસંખ્યામાં ઓછો છે
ઓનલાઇન રિટેલર કંપનીએ પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે 1 માર્ચ થી 19 સપ્ટેમ્બર દરમિયાન તેના માટે કામ કરનાર કુલ 1,372,000 અમેરિકી ફ્રન્ટલાઇન કર્મચારીઓમાં 19,816 કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. કંપનીમાં સંક્રમણનો દર 1.44 ટકા છે. કંપનીએ કહ્યું કે જો તેના કર્મચારીઓ સંક્રમિત હોવાનો દર સામાન્ય જનતાના સંક્રમિત હોવાની બરાબર હોય તો તેના કુલ સંક્રમિત કર્મચારીઓની સંખ્યા 33,952 હોત.