બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અમેરિકા, ઓસ્ટ્રેલીયા, બ્રિટનમાં અનેક સ્થળો ફરી લોકડાઉનની દિશામાં, તો શું ભારતમાં...

રોના વાઈરસને ૭ મહિના કરતા વધુ સમય થઇ ગયો છે, સમગ્ર વિશ્વએ એક લાંબા લોકડાઉનનો અનુભવ કરી લીધો છે. હવે દુનિયા અનલોક તરફ આગળ વધી રહી છે ત્યારે અનલોક થયા બાદ દુનિયામાં ઘણા સ્થળોએ કોરોના કેસોની સંખ્યામાં વધારો થવા લાગ્યો. તેથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટનમાં ઘણા સ્થળોએ લોકડાઉન કરવામાં આવી રહ્યું છે.



અમેરિકાના ૧૨ જેટલા સ્ટેટ્સમાં ફરીવાર લોકડાઉન કરવામાં આવ્યું છે. અમેરિકાના એરિઝોનામાં સરકારે બાર, જીમ, સિનેમા થિયેટર અને વૉટર પાર્ક 30 દિવસ માટે ફરીવાર બંધ કરાવ્યાં છે. તો જાહેર કાર્યક્રમોમાં પણ 50 કરતા વધારે લોકો એકસાથે સામેલ નહીં થઇ શકે. ગવર્નર ડોગ ડોકીએ તેની જાહેરાત કરી હતી.



બ્રિટનમાં પણ લિસેસ્ટરમાં ફરી લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. આ શહેરમાં 15 જૂનથી નોન ઈમરજન્સી વસ્તુઓની દુકાનો ખૂલી ગઈ હતી પણ મંગળવારથી તે ફરી બંધ કરાવવામાં આવી. તો આ શહેરમાં 1 જૂનથી સ્કૂલો ખૂલી હતી તે પણ બંધ કરાવવમ આવી છે. આ ઉપરાંત સમગ્ર બ્રિટનમાં પબ, રેસ્ટોરાં, સિનેમા, ધાર્મિક સ્થળો 4 જુલાઈથી ખૂલશે પણ લિસેસ્ટરમાં નહીં ખુલે. લિસેસ્ટરમાં કોરોનાના 1,000થી વધુ કેસ છે અને 271 લોકો મૃત્યુ પામ્યા છે. સિટીમાં ગત અઠવાડિયે દેશના 10 ટકા દર્દી મળ્યા હતા.



ઓસ્ટ્રેલીયાના પાટનગર મેલબોર્નનાં 32 સ્થળોએ ફરીવાર એક મહિનાનું લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. મેલબોર્ન વિક્ટોરિયા રાજ્યનો ભાગ છે. વિક્ટોરિયામાં 71 નવા દર્દી મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિક્ટોરિયામાં અત્યાર સુધી 2100 કેસ સામે આવ્યા છે. વિક્ટોરિયાના શાસનકરતા ડેનિયલ એન્ડ્રયુએ કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને બે અઠવાડિયાં માટે મેલબોર્ન આવતા અટકાવાઈ છે. ક્વિન્સલેન્ડે વિક્ટોરિયાને તેને ત્યાં આવતા લોકો માટે 14 દિવસ ક્વૉરન્ટીન ફરજિયાત કર્યુ છે.



તો ભારતમાં પણ અનેક સ્થળોએ લોકડાઉન દરમિયાન અને અનલોક કર્યા બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેથી હાલમાં તો માઈક્રો કન્ટેઈનમેંટ ઝોનની સીસ્ટમ અમલી કરાવવામાં આવી રહી છે પરંતુ આવનારા સમયમાં પરિસ્થિતિ શું અને કેવી રહે છે તેના પર આધાર છે, હાલમાં તો શરતી અનલોક દેશમાં લાગુ છે.