અમેરિકાની પોપ સિંગર રિહાના લંડનનો લકઝરિયસ બંગલો વેંચી રહી છે.
અમેરિકન પોપ સિગંર રિહાના હાલ એક મહિનાથી ચર્ચામાં છે. કિસાન આંદોલન માટેનું તેની ટીપ્પણી તેમજ ભગવાન ગણેશનું પેડન્ટ પહેરીને શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચાડી હતી. જોકે આ વખતે રિહાના પોતાના લકઝરિયસ બંગલાને વેંચવા માટે ફરી ચર્ચામાં છે. રિહાનાની નેટ વર્થ ૬૦ કરોડ અમેરિકન ડોલર એટલે કે ૪,૪ અબજ રૂપિયા આંકવામાં આવે છે.
રિહાનાએ પોતાની આ પ્રોપર્ટી ૨૭.૫ મિલિયન પાઉન્ડસ રાખી છે, જે ભારતીય કરન્સી પ્રમાણે રૂપિયા ૩૨૫ કરોડની આસપાસ થાય છે. જોકે હવે આ બંગલાની વેંચાણ કિંમતને હવે ઘટાડવામાં આવીને રૂપિયા ૨૭૯ કરોડ રાખવામાં આવી છે.
રિહાનાનો આ બંગલો બહારથી સફેદ દૂધ જેવા રંગનો છે તેમજ આ બંગલાની આસપાસ હરિયાળી જ જોવા મળે છે. આ પાંચ માળીય મકાનમાં સુખ-સુવિધાઓની ભરપુર સગવડ છે. સોથી વધુ રસપ્રદ એ છે કે, તેણે પોતાના બંગલાની વેંચાણ કિંમતમાં ઘટાડો કર્યો હોવાથી બંગલાને ખરીદવામાં હવે વધુ લોકો રસ લઇ રહ્યા છે.