બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમિતાભ બચ્ચનના ફેન્સ માટે સૌથી મોટા સમાચાર,કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

અમિતાભ બચ્ચનના ફેન્સ માટે સૌથી મોટા સમાચાર. કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચન ને  હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમિતાભ બચ્ચને એક ટ્વીટમાં તમામ ફેન્સ અને ચાહકોનો આભાર માન્યો છે.



અમિતાભ બચ્ચને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે 'કોરોના નેગેટિવ આવ્યા પછી મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હું ઘરે કોરેન્ટાઇન થઈશ. માતા,અને બાબુજી ના  આશીર્વાદ, શુભેચ્છકો અને મિત્રોના આશીર્વાદ, નાણાવટી હોસ્પિટલમાં ઉત્તમ સારવાર ને  કારણે મને આ દિવસ જોવાનું શક્ય બન્યું. '

આ સાથે જ અભિષેક બચ્ચને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે 'હું આભારી છું કે મારા પિતાનો કોવિડ 19 ટેસ્ટ નકારાત્મક આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હવે તેઓ ઘરે રોકાશે અને આરામ કરશે.