બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દેશના ગૃહમંત્રીએ પોતાના સંસદીય મત ક્ષેત્રના લોકોને પત્ર લખી કરી આ અપીલ...

રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે દરેક નેતાઓ પોતાના મત વિસ્તાર ક્ષેત્રના લોકોને કોઈને કોઈ સંદેશો આપી રહ્યા છે. ત્યારે દેશના ગૃહ મંત્રી અમિતશાહે પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના રહીશોને પત્ર લખ્યો છે.



ગૃહમંત્રીએ લખેલા પત્રમાં મુખ્ય મુદ્દા જોવા જઈએ તો તેમને પોતાના મત વિસ્તારના લોકોને અપીલ કરતા કહ્યું છે કે,
  • અગત્યના કામ વગર બહાર જવાનું ટાળો
  • બહાર જવું અનિવાર્ય હોય તો ફેસ કવરનો અચૂક ઉપયોગ કરો
  • સાબુ વાળા પાણીથી હાથ વારંવાર ધુઓ.
  • સોશિયલ ડિસ્ટન્સનું અચૂક પાલન કરો
  • સમૂહમાં મળવાનું અચૂક ટાળો.

તેમજ વધુમાં જણાવ્યું છે કે, સ્થાનિક અને આપણા દેશમાં બનેલી ચીજવસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરવા અને તેનો પ્રચાર કરવા પણ આપ સૌને આહ્વાન કરું છું.અમિત શાહે રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થયા તેવા પગલા લેવા પણ અપીલ કરી છે. આપણા ઘરના રસોડામાં જ રોગ પ્રતિકાર શક્તિ વધારવાના ઉપાયો છે, જેનો ભરપુર ઉપયોગ કરો. જેમ કે લીંબુ પાણી પીઓ, ખાટા ફળો જેવા કે મોસંબી અથવા સંતરાનું સેવન કરો, તેમજ આયુષ મંત્રાલય દ્વારા સુચવાયેલા આર્યુવૈદિક ઉકાળાનું સેવન કરો. ચવનપ્રાસ ખાઓ, હળદરવાળુ દૂધ પીઓ, જેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે. જેનાથી આપ વધુ સુરક્ષિત રહી શકો છો. તેમજ અન્ય લોકોને પણ પ્રેરણા આપજો તેવો સંદેશ પાઠવ્યો છે.