બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ: ગોધરા ખાતે વાલ્મીકી સમાજ દ્વારા હાથરસકાંડના આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે આવેદન

ગોધરા,દેશભરમા ચકચાર જગાવનાર હાથરસ યુવતી પરના અત્યાચાર અને ત્યારબાદ તેના મોતની ઘટનાને લઇને દેશમરમા આક્રોસ જોવા મળી રહ્યો છે.ગોધરા શહેરમા વાલ્મિકી સમાજ દ્વારા  આજે જીલ્લા કલેકટર અમિત અરોરાને  હાથરસની ઘટનામાં મોતને ભેટેલી પીડીતાના આરોપીઓને ફાસીની સજા મળે તેવી રજુઆત કરતુ આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.


ગોધરા સેવાસદન ખાતે આજે વાલ્મિકી સમાજ દ્વારા બેનરો સાથે એકત્ર થઇને જીલ્લા કલેકટર અમિત અરોરાને આવેદન આપ્યુ હતુ.જેમા આવેદનમા જણાવાયુ હતુ હતુ કે "ઉત્તર પ્રદેશના વાલ્મિકી સમાજની દીકરી સાથે સવર્ણ સમાજના લોકો દ્વારા ખેતરમા દૂપટ્ટો બાધીને રેપ કરીને તેની જીપ કાપી નાખીને તેને કમરના ભાગે માર મારીને ફેકચર કરી નાખ્યુ હતુ. આ દીકરીએ હોસ્પિટલમા દમ તોડ્યો છે.આ ઘટનાથી વાલ્મિકી સમાજ ખાસ કરીને ગુજરાતના વાલ્મિકી સમાજઆ જધન્ય કૃત્યને ધિક્કારે છે.આવા તત્વો સામે કડકમા કડક સજા થાય અને વાલ્મિકી સમાજની દીકરીને ન્યાય મળવો જોઈએ.વધુમા રેપની ઘટનાઓ સામે  સરકાર દ્વારા નવો કાયદો બને, આવા રેપ કેસો ભવિષ્યમાં ના થાય અને  સ્રીઓનુ રક્ષણ થઈ શકે.તેવી રજુઆત આવેદનપત્રમાં કરવામા આવી હતી.