બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગણેશ મહોત્સવ, આણંદમાં કોરોના થીમ ઉપર ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવાઈ...

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આ વર્ષે પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ વર્ષે ગણેસોત્સવ પણ સાદગી પૂર્વક યોજવામાં આવશે. દરમિયાન આણંદના વલ્લભવિદ્યાનગરમાં કોરોના મહામારીની થીમ પર શુદ્ધ માટીમાંથી ગણેશજીની અનોખી મૂર્તિનું નિર્માણ કરાયું છે.

ગુજરાતભરમાં આવતીકાલથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ દ્વારા ગણેશ મહોત્સવને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન આણંદના વલ્લભવિદ્યાનગરના શહીદ ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા કોરોના મહામારીને લઈ સરકારની ગાઈડ લાઇન અનુસાર ગણેશ મહોત્સવની ઉજવણી માટે ગણેશજીની અનોખી મૂર્તિ તૈયાર કરાવી છે આ અનોખી થીમમાં ભગવાન ગણેશજીને ડોક્ટર અને રિદ્ધિ-સિદ્ધિજીને નર્સના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. તેમજ દર્દી સારવાર લઈ રહેલા અને ગણેશજીના હાથમાં ઈન્જેકશન દર્શાવવામાં આવ્યું છે.

ગણેશજીની આ દોઢ ફૂટની મૂર્તિ શુદ્ધ માટીમાંથી ઈકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે અને શિલ્પકાર દ્વારા માત્ર એક સપ્તાહની મહેનત બાદ આ અનોખી મૂર્તિ તૈયાર કરી છે. જે આકર્ષણનું કેન્દ્ર બની છે.