મોરવા હડફ તાલૂકાની માતરીયા ગામની આંગણવાડી કેન્દ્રના કાર્યકર-તેડાઘરને માતા યશોદા પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા.
ગોધરા.પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજે ગૃહરાજ્ય પ્રધાન અને જીલ્લાના પ્રભારી પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેમા ગોધરા સરદારનગર ખંડ ખાતે યોજાયેલા હેન્ડવોશ કેમ્પેઇન કાર્યક્રમમા હાજર રહ્યા હતા.જેમા આદિવાસી પ્રભૂત્વ ધરાવતા મોરવા હડફ તાલૂકાની માતરીયા વેજમા ગામનુ નામ જીલ્લાકક્ષાએ ગૂજ્યુ છે.
જેમા આંગણવાડીમા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આંગણવાડી કાર્યકર અને તેડાઘરને સન્માનિત કરવામા આવ્યા છે.
જેમા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ના હસ્તે આંગણવાડી કાર્યકર નિરૂપાબેન મહેન્દ્રસિંહ બારિયાને શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા કક્ષાનો માતા યશોદા એવોર્ડ, રૂ. ૩૧,૦૦૦/- રોકડ પુરસ્કારનો ચેક, સ્મૃતિચિહન્ આપવામાં આવ્યા હતા.તેડાઘર રણજીતસિંહ આશાબેન બારીયાને પણ એવોર્ડથી સન્માનીત કરવામા આવ્યા હતા. જેને લઇને તેમને અભિનંદન આપવામા આવ્યા હતા.