બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ફેમસ આરજે કુનાલના પિતાને આત્મહત્યા કરવા મજબૂર કરનારા ત્રણના આગોતરા જામીન ફગાવાયા

ગુજરાતમાં બહુચર્ચિત આર.જે.કુનાલના પિતાને આત્મહત્યા કરવા મજબૂર કરનાર ત્રણ લોકોના આગોત્રા જામીન કોર્ટે ફગાવી દીધા છે. ઈશ્વરભાઈ દેસાઈ જેઓ આર.જે.કુનાલના પિતા હતા. તેમણે કુનાલની અગાઉની પત્નીએ કરેલી આત્મહત્યા કેસમાં સમાધાન માટે પ્રવિણ પંચાલ, કવિતા પંચાલ અને રમેશ પંચાલે દબાણ કરી મોટી રકમની માંગણી કરતા હતા. તેવું મૃત્યુ પામનાર ઈશ્વરભાઈએ તેમની સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું. આ અંગે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ હતી. સોલા વિસ્તારના જનતાનગર ક્રોસિંગ પાસે ઈશ્વરભાઈએ રેલવે ટ્રેક પર પડતું મૂકી આત્મહત્યા કરી હતી. ત્યારબાદ તેમણે લખેલી સાત પાનાની સ્યુસાઈડ નોટ પણ પોલીસને હાથ લાગી હતી.


જો કે, ઈશ્વરભાઈની આત્મહત્યા અંગે તેમના ભાઈએ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સ્યુસાઈડ નોટમાં જણાવેલા નામો પૈકી પ્રવીણ પંચાલ, કવિતા પંચાલ અને રમેશ પંચાલ વિરુદ્વ ફરિયાદ કરવામાં આવી છે. તેમના અગાઉના કેસના સમાધાન માટે મોટી રકમની ત્રણેય લોકો દ્વારા માંગણી કરવામાં આવી હતી. જેના કારણે દબાણમાં આવી ઈશ્વરભાઈએ આત્મહત્યા કરી લીધી હોવાનો આક્ષેપ કરાયો છે.


પોલીસે મોડે-મોડે એફઆઈઆર નોંધ્યા બાદ ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓને પકડવાના બદલે આગોતરા જામીન મળે ત્યાં સુધી રાહ જોવાનું કુણું વલણ અપનાવ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્રણેય વ્યક્તિઓએ અમદાવાદની સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. જેને ન્યાયમૂર્તિએ ફગાવી દઈ જામીન અરજી નામંજૂર કરી હતી. જો કે, હજી સુધી ઉપરોક્ત ત્રણેયમાંથી એકની પણ સોલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નથી. જો કે,આ ત્રણેય વ્યક્તિઓ ઉચ્ચ અદાલતમાં આગોતરા જામીન અરજી કરવાની વેતરણમાં હોવાનું જાણવા મળેલ છે.