એપલ ઇવેન્ટ:9,900 રૂપિયામાં હોમપોડ મિનિ લોન્ચ થયું, એટલું ઇન્ટેલિજન્ટ કે ઘરના તમામ સભ્યોના અવાજ ઓળખીને તેમના પ્રમાણે કામ કરશે.
ભારત, અમેરિકા, કેનેડા અને જર્મની સહિત અન્ય ઘણા દેશોમાં તેનું પ્રિ-બુકિંગ 6 નવેમ્બરથી અને વેચાણ 16 નવેમ્બરથી શરૂ થવાનું છે, મંગળવારે એપલને હાઇ-સ્પીડ ઇવેન્ટની શરૂઆત નવા હોમપોડ મિનિ લોન્ચિંગ સાથે કરી. આ એક સ્માર્ટ સ્પીકર છે. નામથી જ ખબર પડી જાય છે કે આ હોમપોડ એક નાનું વેરિઅન્ટ છે, જેને પહેલીવાર વર્ષ 2017ના અંતમાં રજૂ કરવામાં આવ્યું હતું. હોમપોડ મિનિ ઓરિજિનલ હોમપોડની સાઇઝનું લગભગ અડધું છે. પરંતુ ડિઝાઇન એકસરખી જ છે. જો કે, હવે આ નવાં લાઇટ-એમિટિંગ ટચ પેનલ સાથે આવે છે, જે ટોપ પર લગાવવામાં આવ્યું છે.
ઇવેન્ટમાં કંપનીએ જણાવ્યું કે આ અલ્ટ્રા વાઇડબેન્ડ (UWB) કેપેબિલિટીથી સજ્જ છે, જે અન્ય એપલ ડિવાઇસને ટ્રેક કરે છે. આ સાથે જ મીડિયા કન્ટ્રોલ્સ, ડોર લોક અને ઘરમાં લાગેલી અન્ય સ્માર્ટ હોમ ડિવાઇસિસને પણ કન્ટ્રોલ કરે છે.
હોમપોડ મિનિઃ ભારતમાં કિંમત
ભારતમાં હોમપોડ મિનિની કિંમત 9,900 રૂપિયા છે, જ્યારે અમેરિકામાં તેની કિંમત $99 (આશરે 7,300 રૂપિયા) છે. એટલે કે ભારતીયો માટે તેની કિંમત 2,600 રૂપિયા વધારે હશે. આ ઓરિજિનલ હોમપોડની કિંમતના અડધા કરતા પણ ઓછી છે. પરંતુ ગૂગલ નેસ્ટ મિનિથી બમણી અને ઇકો ડોટ કરતાં લગભગ બમણી છે.
એપલ ઇન્ડિયાની સાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, તે 1165 રૂપિયાના EMI પર ઉપલબ્ધ છે અને HDFC કાર્ડથી ખરીદવા પર 6% સુધીનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે.
કંપનીએ તેને બે કલર ઓપ્શન વ્હાઇટ અને સ્પેસ ગ્રેમાં લોન્ચ કર્યું છે. તેનું ભારત, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ અને જર્મની સહિત અન્ય ઘણા દેશોમાં 6 નવેમ્બરથી પ્રિ-બુકિંગ શરૂ કરવામાં આવશે. તેનું વેચાણ 16 નવેમ્બરથી શરૂ થવાનું છે.
હોમપેડ મિનિઃ સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ
હોમપોડ મિનિ એપલ S5 પ્રોસેસર પર કામ કરે છે, જે એપલ વોચ સિરીઝ 5માં પણ ઉપલબ્ધ છે. તેમાં અલ્ટ્રા વાઇડબેન્ડ સપોર્ટને સક્ષમ કરવા માટે એક U1 ચિપ પણ સામેલ છે. તેના કારણે તે ઝડપથી અને જાગૃતિથી તો કામ કરે જ છે પણ સાથે U1 ચિપને કારણે આ અન્ય આઇફોન ડિવાસ વચ્ચેના અઁતરને યોગ્ય રીતે ટ્રેક કરશે, જેમાં આઇફોન અને એપલ વોચ સામેલ છે.
ખાસ વાત એ છે કે તે ઘરના દરેક સભ્યોના અવાજને ઓળખવામાં સક્ષમ છે.
હોમપોડ મિનિ આ લોકેશનની માહિતીનો ઉપયોગ બ્રાઇટનેસ, મીડિયા કંટ્રોલ, વોલ્યુમ કંટ્રોલ્સ, ડોર લોક અને અન્ય વસ્તુઓની સંભાળ રાખવા માટે કરે છે. જ્યારે કોઈ ડિવાઇસ તમારા ઘરની બહાર જશે તો પણ આ તમને અલર્ટ કરે છે. અલ્ટ્રા વાઇડબેન્ડ ટેકનોલોજી અને U1 ચિપ સાથે એપલ વ્યાપક હોમકીટ સપોર્ટ અને વધુ સારી ફંક્શનાલિટી પ્રદાન કરવા માગે છે.
ઇન્ટરકોમ નામના અક નવાં ફીચર દ્વારા હોમપોડ યુઝર એક ઘરની અંદર એક યૂનિટ (હોમપોડ)થી બીજી વ્યક્તિને મેસેજ પણ મોકલી શકાય છે. આ આઇફોન, આઈપેડ અને એપલ વોચ અને કાર-પ્લે સાથે પણ કામ કરી શકે છે. એક મેસેજને ઘરના તમામ સ્પીકર્સ પર અને એટલે સુધી કે એરપોડ્સના માધ્યમથી પરિવારના સભ્યોને મોકલી શકાય છે. એક સિમ્પલ વોઇસ કમાન્ડથી મેસેજ સાંભળીને તમે તેનો રિપ્લાય પણ કરી શકશો.