બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

એપલના ત્રણ સપ્લાયર પાંચ વર્ષમાં ભારતમાં 90 કરોડ ડોલરનું રોકાણ કરશે.

એપલ કંપનીના ટોચના ત્રણ મેન્યુફેકચરોએ આગામી પાંચ વર્ષમાં ભારતમાં ૯૦ કરોડ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે તેમ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. એપલના ત્રણ મેન્યુફેકચર્સ ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન ઉત્પાદન આધારિત ઇન્સેન્ટીવ પ્લાન હેઠળ રોકાણ કરશે. 


ઉલ્લેખનીય છે કે ભારતને સ્માર્ટફોનની નિકાસનું હબ બનાવવા માટે મોદી સરકારે પ્રોડ્કશન લિંક્ડ ઇન્સેન્ટીવ સ્કીમની શરૃઆત કરી છે. આ સ્કીમનું બજેટ ૪૧ હજાર કરોડ રૃપિયા છે અને તેનો ઉદ્દેશ વિશ્વની મોટી કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરવાનો છે. 


ફોક્સકોને ૫૪.૨ કરોડ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જ્યારે વિસ્ટ્રોન અને પેગાટ્રોને અનુક્રમે ૧૩ અબજ રૃપિયા અને ૧૨ અબજ રૃપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. 


આ ત્રણેય કંપનીઓ ભારતમાં એપલના ઉપકરણોનું ઉત્પાદન વધારવા માટે આ રોકાણ કરશે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જો કે આ ક્ષેત્રના સૂત્રોનું માનવું છે કે આ કંપનીઓ ભારતમાં આઇફોનનું ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરશે. 


ઉલ્લેખનીય છે કે એપલે ૨૦૧૭માં બેંગાલુરુ સ્થિત વિસ્ટ્રોનના સ્થાનિક યુનિટમાં ઓછી કિંમતના આઇફોનના મોડેલનું એસેમ્બિલિંગ કરવાની શરૃઆત કરી હતી.