બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ચોમાસામાં થયેલ પાક નુકસાનની “કૃષિ સહાય પેકેજ” અરજી આજથી શરુ...

ખરીફ સીઝન-૨૦૨૦ ઓગસ્ટ માસ દરમિયાન થયેલ વરસાદ તથા ઉપરવાસથી છોડવામાં આવેલ પાણીથી ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે ખેતી પાકને નુકસાન થયેલ હોવાનું જણાય આવેલ. જેને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરેલ છે. જેમાં ખેડૂત ખાતેદારે ઓનલાઇન અરજી ગ્રામ પંચાયત ખાતેથી કરવાની રહેશે. મહત્તમ બે હેક્ટર સુધીની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. તેમાં સહાય મેળવવા માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી શકાશે. ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઈ. મારફત ઓનલાઈન અરજી વિનામૂલ્યે કરવામાં આવશે.

જેના અરજી ફોર્મ ભરવાની કામગીરી તા.૧-૧૦-૨૦૨૦ થી તા.૩૧-૧૦-૨૦૨૦ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઇ પણ પ્રકારનું ચુકવણું કરવાનું રહેશે નહીં. ખેડૂતોની અરજી સ્વિકારવાની અંતિમ તા.૩૧-૧૦-૨૦૨૦ રહેશે. ત્યારબાદ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઈન અરજી ફોર્મની સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે ૭-૧૨ અને  ૮-અ ની નકલ, વાવેતરની નોંધ સાથે, આધારકાર્ડની નકલ, IFSC કોડ સાથેની બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ઓરીજનલ ચેક, જો ખેડૂત સંયુક્ત ખાતેદાર હોય તો સંમતિ પત્રક, જમીનના એક ખાતા નંબર પર એક જ અરજી કરવાની રહેશે, સંયુક્ત ખાતેદારોની અનુઉપસ્થિતિમાં લાભ મેળવનાર ખાતેદારનું કબૂલાતનામું રજૂ કરવા અંગેના ગ્રામ પંચાયતના વી.સી.ઈ.ને અવશ્ય જમા કરાવવાના રહેશે. જેની ખાસ નોંધ લેવા ખેડૂત ખાતેદારોને અનુરોધ કરવામાં આવ્યો છે.