બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ટુરિઝમ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીની મનમાની: સરકારને બદનામ કરવાનો કારસો...

ગુજરાત ટુરિઝમમાં કરાર આધારિત જગ્યાઓની ભરતીમાં લાયકાતની વિસંગતતા જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યમાં ન ચાલતા હોય તેવા કોર્ષની લાયકાતો નક્કી કરી ટુરિઝમ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પોતાના માનીતાઓને ગોઠવવાની વેતરણમાં લાગી ગયા છે. જે અંગે કદાચ નવા મંત્રી મંડળમાં ટુરિઝમ વિભાગનો હવાલો સંભાળતા પ્રધાન પુર્ણેશભાઈ મોદીને પણ અંધારામાં રાખવામાં આવ્યા છે. તેમજ ટુરિઝમ કોર્પોરેશનના અધિકારીઓનો સરકારને બદનામ કરવાનો કારશો રચ્યો હોય તેવું સ્પષ્ટ તાજેતરની પ્રસિદ્ધ થયેલી જાહેરાતમાં દેખાઈ આવે છે.

ગુજરાત ટુરિઝમ કોર્પોરેશને નવેમ્બર2021 માં કરાર આધારિત નિમણુંકો આપી ભરતી કરવા જાહેરાત પ્રસિદ્ધ કરી હતી. જેમાં જુદી જુદી 12 જગ્યાઓ માટે 15 ઉમેદવારોની ભરતી કરાર આધારિત કરવાનો ઉલ્લેખ છે. 



ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનની વેબસાઈટ પર મુકેલ કોન્ટ્રકચ્યુઅલ રીક્રુટમેંટ 2021 ની જાહેરાત મુજબ પ્રથમ જગ્યા આસિસ્ટન્ટ જનરલ મેનેજર (માર્કેટિંગ એન્ડ પ્રમોશન) માટે ગ્રેજ્યુએટની સાથે એમ.બી.એ ઇન માર્કેટિંગ/ પ્રમોશન/ માસ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન/ એડવર્ટાઈઝમેંટ  અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ્સમા પણ ઉપરની કોઈ પણ ડિગ્રી માંગી છે. આ સંદર્ભે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશને જે લાયકાતના ધોરણો નક્કી કર્યા છે તેમાં રાજ્યમાં કોઈ યુનિવર્સિટીમાં ન હોય તેવી લાયકાતો ઉમેરી પોતાના ઉમેદવારોને પસંદ કરવાની સીડી ગોઠવી રહ્યા છે. ગુજરાતમાં એમ.બી.એ પ્રમોશન નામનો કોર્ષ માન્ય યુનિવર્સિટીમાં ચાલતો હોય તેવું મેનેજમેન્ટના નિષ્ણાતોના ધ્યાનમાં નથી. તો પછી આ પ્રકારની ગૂંચવણ ભરી લાયકાતના ધોરણો નક્કી કરવાની શુ જરૂર ઉભી થઇ છે. 

જ્યારે જાહેરાતમાં સાત નંબરની જગ્યા ડેપ્યુટી મેનેજર (એચ.આર/એડમીન) છે. જેની શૈક્ષણિક લાયકાત માત્ર એમ.બી.એ જ લખી છે. જો ગુજરાત ટુરિઝમના ઉચ્ચ અધિકારીઓએ ન્યાય પૂર્ણ વર્તવું હતું તો એમ.બી.એ (એચ.આર) ની લાયકાતનું ધોરણ નક્કી કરવાની જરૂર હતી. 

એજ રીતે જાહેરાતના ક્રમાંક 4 માં આસિસ્ટન્ટ જનરલ મેનેજર(ઇવેન્ટ) ની કરાર આધારિત જગ્યા ભરવા એમ.બી.એ ઇવેન્ટ મેનેજમેન્ટની સાથે સાથે બે વર્ષના માસ્ટર ડિગ્રીના કોર્ષના અથવામાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ એક વર્ષનો કોર્સ માંગ્યો છે. આમ માસ્ટર ડિગ્રી અને એક વર્ષના પી.જી ડિપ્લોમા કોર્સને સરખા ગણી ભેદભાવ ભરી નીતિ અપનાવવામાં ટુરિઝમ કોર્પોરેશનના આ અધિકારીઓ અવ્વલ નંબરે સાબિત થયા છે. આજ રીતે આસિસ્ટન્ટ જનરલ મેનેજર માર્કેટિંગ, સ્કિલ, ફાયનાન્સમાં જરૂરી લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા બે વર્ષનો કોર્સ માંગ્યો છે. તો પછી માત્ર આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ઇવેન્ટ) ની લાયકાત કે એક વર્ષના ડિપ્લોમાની નક્કી કરી તે સમજાય તેમ નથી. શુ ટુરિઝમ કોર્પોરેશનમાં આ રીતે મેચ ફિક્સિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ભરતી કરવામાં સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓની મિલી ભગત છે. 



હજુ જાણે ટુરિઝમ કોર્પોરેશનના અધિકારીઓએ ખોટું કરવાનો પરવાનો લીધો હોય તેમ ડેપ્યુટી મેનેજર (આઈ.ટી.) ની જગ્યા માટે બી.સી.એ અને એમ.સી.એ ની લાયકાત માંગી છે, પણ આ જગ્યા માટે સમાન લાયકાતનું ધોરણ માંગવામાં નથી આવ્યું જેના કારણે એમ.એસ.સી(આઈ.ટી)  એમ.ઇ (આઈ.ટી) કે એમ.ટેક (આઈ.ટી) ની લાયકાતોને લક્ષ્યમાં ન લેવાય તેવી ઉચ્ચ અધિકારીઓએ ગોઠવણ પાડી છે. 

ઉપરોક્ત મુદ્દાઓને લઈ રાજ્યના ટુરિઝમ પ્રધાન પુર્ણેશભાઈ મોદીનું પણ કેટલાક સંબંધિક વ્યક્તિઓએ ધ્યાન દોર્યું છે. છતાં ટુરિઝમ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ જાણે સુધારો કરવાનું મુનસીબ નથી માનતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ટુરિઝમ કોર્પોરેશનની 2016 થી સિદ્ધપુર ખાતે ચાલતી કોલેજના વિદ્યાર્થીઓને તક ન મળે તેવા પુરા પ્રયત્નો કરવામાં આવ્યા છે.

ભારત સરકારના ટુરિઝમ વિભાગે અવાર નવાર બહાર પાડેલી ભરતીની જાહેરાતોનો અભ્યાસ ગુજરાત ટુરિઝમના ઉચ્ચ અધિકારીઓએ કરવો જોઈએ, તેમજ ગુજરાતમાં ભણેલા ઉમેદવારોની સ્થાનિક સ્તરે પસંદગી કરી બેરોજગારી દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. ભારત સરકારને ટુરિઝમ વિભાગ સામાન્ય રીતે એમ.બી.એ તથા ટ્રાવેલ ટુરિઝમની ડિગ્રી ધારકને પસંદગી આપતો હોય છે. તો ગુજરાત સરકારના હોટલ મેનેજમેન્ટના ચાલતા માન્ય કોર્ષના વિદ્યાર્થીઓને રાખવામાં આવે તો ગુજરાતનું જ હિત છે.