બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

શું આપણે ખરેખર આઝાદ છીએ?

જય હિંદ બંધુમિત્રો, 
       આપણને એ સારી રીતે યાદ હશે કે 800-900 વર્ષ ગુલામી ભોગવ્યા બાદ આપણે 1947 મા આઝાદ થયા. પણ આઝાદી મળ્યા બાદ શું  આપણે ખરેખર આઝાદ છીએ? આ પ્રશ્ન  એકવાર આપણે ખુદ ની જાતને પુછવો જોઈએ. ગુલામી એટલે 'આપણી ઉપર આપણાં જ અધિકાર છીનવી કોઈ રાજ કરે'. આ વસ્તુ આપણી ઉપર નિરંતર ઘણા વર્ષો સુધી ચાલ્યું એટલે એ આપણા લોહીમાં જ વણાઈ ગયુ હોય એમ લાગે છે. હવે તમને એ પ્રશ્ર્ન થાય કે આ ભાઈ શુ ફેંકી રહ્યો છે? તો એ વાત જાણી લો કે એ સમયમા પણ લોકોને ઉપરી અધિકારીઓ  દ્વારા કામ કરાવવામાં આવતું, લોકો પોતે કાંઈ પણ સમજવાનો પ્રયત્ન ના કરતા .

આજની આપણી પરિસ્થિતિ જણાવું તો વર્ગખંડમાં બાળકોને અવાજ બંધ કરવા એમનો એક ઉપરી એટલે કે 'મોનીટર' ની જરૂર પડે છે , જાતેજ અવાજ બંધ નથી કરતા . આપણો દેશ ચોખ્ખો હોવો પડે એ જાતે ખબર નથી પડતી એટલે જ પ્રધાનમંત્રી એ આપણને 'સ્વચ્છ ભારત અભિયાન' આપવુ પડે છે, વીજળી અને પાણીમા કાપ મુકવો પડે છે , પણ કેમ? આ પ્રશ્ર્ન આપણે જ આપણને નથી પૂછતા.

ફક્ત એ લોકો આપણો દેશ છોડીને ચાલ્યા ગયા છે પરંતુ એમની વિચારશૈલી આપણા મન ઉપર આજ દીન સુધી  હકુમત ચલાવી રહી છે . એ કયા વિચારો છે એ તો તમે જાણી જ ગયા હશો. એમની આખી જીવનશૈલી મૂકતા ગયા અને આપણે એ સારી કે ખરાબ એ જોયા વગર આપણા જીવનમાં ઉતારતા ગયા અને તોય આપણે ઉછળી ઉછળી ને કહીએ છીએ કે આપણે તો આઝાદ છીએ!

ખરેખરી આઝાદી તો ત્યારે મળી ગણાશે કે જ્યારે આપણે એમની જીવન પદ્ધતિ નો ત્યાગ કરી આપણી સંસ્કૃતિ ના બીબામાં પૂરેપૂરા પથરાઇ જશું.  માનસિક રીતે પણ આઝાદી એટલી જ જરૂર છે કે જેટલા આપણે શરીરથી થયા છીએ. તો આપણા લોહીમાં પેઢીઓથી આવેલુ ગુલામ DNA ને નીચોવી લઈ એક આઝાદ DNA નુ સિંચન કરીએ . તો ચાલો માનસિક આઝાદી ની  નીસરણી ચડવાની શરુઆત કરીએ.
ભારત માતાકી જય.