બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

શું આપ વધી રહેલા પેટ્રોલ ડિઝલનાં ભાવથી છો પરેશાન? લ્યો આવી ગયું સમાધાન, જાણો દર વર્ષે કેવી રીતે બચાવશો તમારા 3 લાખ રુપિયા.


છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો અને પેટ્રોલ ડીઝલ નો ભાવ આપણને બધાને પરેશાન કરી રહ્યા છે. પણ મારો આજનો આ લેખ તમને ગરમીથી તો નહીં બચાવી શકે, એના માટે તમારે તમારા ઘર કે ઓફિસમાં એરકંડીશનર લગાવવુંજ પડશે, પણ હા પેટ્રોલ ડિઝલનાં વધતા જતા ભાવની ચિંતામાં આ લેખ તમારા હૈયાને થોડીક ટાઢકતો વાળશે જ.

માત્ર 10 હજારમાં બુક કરાવો આપની સ્ટ્રોમ આર.3 ઈ કાર

ભારતિય બજારમાં ઈલેક્ટ્રીક વ્હિકલ સેગ્મેન્ટમાં એન નવા ખિલાડીની એન્ટ્રી થવા જઈ રહી છે.ઓટો મોબાઇલ માર્કેટમાં પોતાનો એક્કો જમાવવા મુંબઈ સ્થિત સ્ટ્રોમ મોટર્સે પોતાની નવી મિની ઈ.કાર 'સ્ટ્રોમ આર 3'નાં પ્રી બુકિંગ ચાલું કરી દિધા છે. આ કાર બુક કરવા માટે તમારે માત્ર 10,000 રૂપીયા બુકિંગ એમાઉન્ટ તરિકે આપવાનાં રહેશે, ઓટોમોબાઇલ માર્કેટમાં આ મિની કાર સૌથી સસ્તી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ખરેખર તો સ્ટ્રોમ આર 3 એ ટુ ડોર (બે દરવાજા વાળી) અને ત્રણ વ્હિલ પર ચાલતી કાર છે,જેના પાછળનાં ભાગમાં એક અને આગળનાં ભાગે બે વ્હિલ્સ આપવામાં આવ્યા છે. આ કારને ખાસ કરીને મુંબઈ,દિલ્હી, અને બેંગલુરુ જેવા શહેરોને ધ્યાનમાં રાખીને ડીઝાઇન કરવામાં આવી છે, જેમાં કંપનીએ તેને મસ્ક્યુલર લુક સાથે LED લા ઈટ્સ, ડ્યુઅલ ટોન અને સનરુફ લગાવીને ઉડીને આંખે વળગે એવી બનાવવાની કોશીશ કરી છે.

આકાર:


આ કારનાં આકારની વાત કરવામાં આવે તો આર 3ની લાંબાઈ 2,907mm, પહોળાઇ 1,405mm, ઉંચાઇ 1,572mm અને જેમાં તમને 185mm નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળશે. આ કારનું કુલ વજન 550 કિલોગ્રામ છે અને 13 ઇંચનાં સ્ટીલ વ્હિલ નાંખવામાં આવ્યા છે, જે આ કારને આકર્ષક દેખાવ આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. 

બેટરી અને ડ્રાઇવિંગ રેંજ: 


સ્ટ્રોમ 3 માં કંપનીએ 13kW ની ક્ષમતા ધરાવતી ઉચ્ચ કાર્યક્ષમતા વાળી મોટરનો ઉપયોગ કર્યો છે. જે 13Nm નો ટર્ક જનરેટ કરવા શક્ષમ છે, તદઉપરાંત તેમાં એક હાઈસ્પિડ ચાર્જર પણ આપવામાં આવેછે જે માત્ર 2 કલાકમાં તમારી કારને 80 ટકા ચાર્જ કરી આપશે. આ કારને ફુલ ચાર્જ થવામાં અંદાજે 3 કલાકનો સમય લાગશે. જેને આપણા ઘર કે ઓફીસમાં લાગેલા 15 એમ્પિયરનાં સોકેટમાં ચાર્જ કરી શકાશે.  

કંપની તરફથી દાવો કરવામાં આવી રહ્યોછે કે સ્ટ્રોમ આર3 ને એક વાર ફુલ ચાર્જ કર્યા બાત તે 200 કિલોમીટરની ડ્રાઈવ રેંજ આપી શકશે, અને કંપનીનાં દાવા પ્રમાણે એક પાક્કા ગુજરાતી તરિકે જો આપણે એવરેજનું ગણિત બેસાડીએ તો આ કાર માત્ર 40 પૈસા પ્રતિ કિલોમીટર પડે. આ કારને ત્રણ અલગ અલગ વેરીઅન્ટમાં લોંચ કરવામાં આવશે, જે અલગ અલગ ડ્રાઇવિંગ રેંજ પ્રદાન કરશે. જેમાં 120 કિમી, 160કિમી, અને 200કિમી, ડ્રાઈવરેંજ શામેલ છે. અને આ કાર તમને કુલ ચાર રંગોમાં ઉપલબ્ધ થશે જેમા ઈલેક્ટ્રીક બ્લુ, નિયોન બ્લુ, રેડ અને બ્લેક કલર શામેલ હશે. 

ફીચર્સ:

દેખાવમાં આ કાર ભલે નાની હોય, પણ કંપની તેમાં એકદમ એડવાન્સ ફિચર્સ આપને આપી રહી છે. જેમાં આપને 12-વે એડજેસ્ટેબલ ડ્રાઇવિંગ સીટ, 4.3 નું ડીજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ કંસોલ, ક્લાયમેટ કંટ્રોલ, કી લેસ રીમોટ એન્ટ્રી, 7 ઇંચ નું વર્ટીકલ ટચ સ્ક્રીન ઈન્ફોમેન્ટ સિસ્ટમ, OTI નેબલ્ડ કંટીન્યુઅસ મોનિટરિંગ સિસ્ટમ, 5જી કનેક્ટિવીટી, વોઈસ કંટ્રોલ જેવા હાઈટેક ફીચર્સ મળશે. 

થશે 3 લાખ રુપિયા ની બચત :

કંપનીએ પોતાની આધિકારિક વેબસાઇટપર મુકેલી જાણકારી અનુસાર આ કારની રાઈડિંગ કોસ્ટ ખુબજ ફાયદા કારક નીવડશે, સામાન્ય કારની તુલનામાં સ્ટ્રોમ આર 3 ઈલેક્ટ્રિક કાર 400% વધું કાર્યક્ષમતા પ્રદાન કરશે. કંપનીનો એક બીજો મોટો દાવો એ પણ છે કે તમારા સામાન્ય વ્હિકલ કરતા આ કારનું મેન્ટેનન્સ 80% જેટલું ઓછું છે, જેના કારણે ત્રણ વર્ષ સુધી આ કાર નો વપરાશ કરવાથી હાલના પ્રમાણમાં તમે અંદાજે 3લાખ રુપિયા બચાવી શકસો .

શું હશે કિંમત:

આમ જોવા જઈએ તો કારનાં લોંચિંગ પહેલા તેની કિંમત વીશે કોઈ પણ અંદાજ લગાવવો થોડું ઉતાવડીયું લાગશે, પણ મિડીયા રીપોટ્સ માં કરેલા દાવાઓ પ્રમાણે આ કારના નીચામાં નીચા મોડેલને અંદાજે 4.5 લાખ જેટલી શરુઆતની કિંમતે બજારમાં ઉતારી શકે, જેના ઉપરથી કહી શકાય કે આ કાર ભારતની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર હશે. હાલ જે પ્રમાણે કંપનીએ એડવાન્સ બુકિંગ લેવાનું ચાલું કર્યું છે તેના પરથી અંદાજો લગાવી શકાય કે ખુબજ નજીકનાં સમયમાંજ આ કાર બજાર વેંચાણ માટે ઉતારી દેવામાં આવશે.