બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

શું આપને આજના શિક્ષણથી સંતોષ છે?

વર્તમાનમાં  દરેક શાળા અને કોલેજ દેશની કાયાપલટ કરવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ ''શિક્ષણનો મૂળ ઉદ્દેશ્ય શું છે?'' જો એમ પૂછવામાં આવે તો એમનો પ્રત્યુતર નીચેનામાંથી એક જ હોય.


અનેક લોકોના મોઢે આપણે સાંભળ્યું જ હશે કે છોકરો ભણશે નહિ તો ખાશે શું?  એને નોકરી કેવી રીતે મળશે?  અને ઘણા તો ડિગ્રી વગર છોકરી કેવી રીતે મળે એવી પણ વાતો કરે છે.  મારી દ્રષ્ટિએ શિક્ષણના આ ઉદ્દેશ્ય ખૂબ જ કંગાળ છે અને માનવને અધોગતિ તરફ દોરનારા વધુ છે.


શિક્ષણ માત્ર પેટ ભરવા પૂરતું ન જ હોઈ શકે. દેશમાં અસંખ્ય ડિગ્રી ધારકો બેકાર ફરે છે.શિક્ષણ શું લગ્નજીવનનું માધ્યમ હોઈ શકે? કે સંસ્કાર ઘડતરનઓ પાયો હોઈ શકે.   આવી તો કેટલીય બાબતો આપણા સૌના મનમાં ફરતી જ હશે પરંતુ પગમાં રેલો આવે ત્યારે બધું શૂન્ય થઇ જતું હોય છે બસ એ જ સાચા શિક્ષણનો અભાવ સૂચવે છે


જો આવી જ ગુલામ યુક્ત શિક્ષણ પ્રથા હજુ લાંબો સમય ચાલુ રહી તો આપણા બાળકો વાંદરા જેવા થશે જ એમાં કોઈ નવાઈ નહી હોય અને એવું વાંદરુ કે જે નાચતું સારું લાગશે પણ હશે તો વાંદરુ જ.


બાળકને ખીલવા માટે શિક્ષણ જોઈએ. તેને વિચારશીલ બનાવવા શિક્ષણ જોઈએ. ગઈકાલે જે હતો તેના કરતાં આજે કંઈક નવીન ઊર્જાવાન બને તે માટે શિક્ષણ જોઈએ અને આ બધું જ મા-બાપ તથા શાળાના શિક્ષક મિત્રોએ કરવાનું છે તેની સંપૂર્ણ જવાબદારી આપણા સૌના શિરે છે.


આવો શિક્ષણ થકી નવા ભારતનું નિર્માણ કરીએ બાળકને બાળક રહેવા દઈએ.


જીગ્નેશ સોની 

પી.એમ.જી. ઠાકર આદર્શ હાઈસ્કૂલ, કડી.

સંપર્ક : 98245 97934

ઈમેઈલ : jigneshsoni3377@gmail.com