બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ભીષણ જંગઃ આર્મેનિયાએ અઝરબૈજાનના ચાર કિલર ડ્રોન અને એક વિમાન તોડી પાડવાનો દાવો કર્યો.

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેનો ભીષણ જંગ ચાલુ જ છે.હવે આર્મેનિયાએ વળતો પ્રહાર કરીને અઝરબૈજાનના ચાર કિલર ડ્રોન અને એક સૈન્ય વિમાન તોડી પાડવાનો દાવો કર્યો છે.

બંને દેશોની સરહદ પર આવેલા નાગોર્નો કારાબાખ વિસ્તારને લઈને સતત પાંચમા દિવસે બંને દેશની સેના વચ્ચે ટકરાવ જોવા મળ્યો છે.દુનિયાના વિવિધ દેશો બંને દેશને યુધ્ધ વિરામની અપીલ કરી રહ્યા છે પણ બેમાંથી એક પણ દેશ પાછો હટવા માટે તૈયાર નથી.

આ પહેલા અઝરબૈજાને આર્મેનિયાના એક સુખોઈ જેટ વિમાનને તોડી પાડ્યુ હોવાનુ ખુદ આર્મેનિયાએ કહ્યુ હતુ.એ પછી આર્મેનિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યુ છે કે, અમારી એર ડિફેન્સ સિસ્ટમે અઝરબૈજાનના ચાર ડ્રોન અને એક સૈન્ય વિમાનનો ખાતમો બોલાવ્યો છે.જ્યારે અઝરબૈજાનનો દાવો છે કે, અમારી તોપોએ રાતભર ગોળા વરસાવીને આર્મેનિયાના સૈનિકોને ભારે નુકસાન પહોંચાડ્યુ છે.

દરમિયાન આ વિસ્તાર સતત બોમ્બ ધડાકાથી આખી રાત ગૂંજતો રહ્યો હતો.અઝરબૈજાનનો આરોપ છે કે, આર્મેનિયાની સેનાએ ટેર્ટર શહેરના રહેવાસીઓ પર ગોળાબારી કરીછે અને એક ટ્રેન સ્ટેશનને નુકસાન પહોંચાડ્યુ છે