બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાના નામે હવે અપાશે આર્મી સ્ટેડિયમનું નામ

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર નીરજ ચોપડાના નામે હવે આર્મી સ્ટેડિયમનું નામ રાખવામાં આવશે. ભાલા ફેંકમાં ખેલાડી નીરજ ચોપડા ભારત માટે એથલિટ્સમાં ઈતિહાસનો પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતાડનાર છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ પુણેના છાવણી ખાતે આવેલા આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટીટ્યુટના એથલેટિક્સનું નામ નીરજ ચોપરા રખાશે.

23 ઓગસ્ટના થનારા નામકરણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રક્ષામંત્રી રાજનાથ સિંહ હાજર રહેશે. સ્ટેડિયમનું નામ નીરજ ચોપડા સ્પોર્ટ્સ સ્ટેડિયમ રખાયું છે.

એક આર્મી ઓફિસરે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે, આ એક આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ રહેલુ છે, ત્યાં તમામ એથલીટોને ટ્રેનિંગ અપાઈ છે અને અમે આ સ્ટેડિયમમાં હાલમાં જ થોડા સુધારા પણ કરવામાં આવે છે.

સ્ટેડિયમનું નામ કોઈ પણ મોટા વ્યક્તિના નામે નહોતું. જયારે અમને લાગ્યું કે, નીરજ ચોપરા પ્રથમ વખત મેડલ જીત્યા બાદ અહી આવી રહ્યા છે જેના કારણે તેના માટે આ સૌથી શ્રેષ્ટ ભેટ રહેશે.