નવરાત્રિમાં પહેલીવાર કચ્છમાં માતાના મઢ આશાપુરા માતાજીનું મંદિર બંધ રહેશે
ઇતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર બંધ રહેશે. વકરી રહેલા કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા માટે આજે માતાના મઢના ટ્રસ્ટીઓ તથા સરકારી અધિકારીની મિટિંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કચ્છ જિલ્લામાં કોરોના મહામારીની વધતી અસર નવરાત્રિની ધામિક ઉજવણી પર પણ પડી છે. દયાપર મધ્યે નખત્રાણા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતની જ ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. જેમાં માતાના મઢ ટ્રસ્ટના પ્રવિણસિંહ વાઢેર, સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, મામલતદાર અનિલ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી મયુર બાલોટીયા અને અન્ય આગેવાનોની હાજરીમાં માતાના મઢનું મંદિર કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને નવરાત્રિ દરમ્યાન દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. આ સંદભે ડેપ્યુટી કલેકટર પ્રવિણસિંહ જેતાવતે જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમ્યાન અહી પ થી ૭ લાખ જેટલા દર્શનાર્થીઓ આવતા હોય છે. કોરોના સંદર્ભે લોકોના આરોગ્યની સલામતી અને સાવચેતી માટે સર્વાનુમતે નિર્ણય કરાયો છે.
તે મુજબ તા/૧૩/૧૦/૨૦ થી તા.૨પ/૧૦/૨૦ સુધી માતાના મઢનું મંદિર તમામ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તેમણે જણાવ્યું કે, મંદિર માત્ર પુજન અર્ચન વિધિ પુરતું જ ખુલ્લું રહેશે. મા આશાપુરાના દર્શને માતાના મઢ આવતા તમામ દર્શનાથીઓ તેમ જ પદયાત્રીઓને પણ મંદિર બંધ હોઇ તા.૧૩-૧૦થી તા.૨૫-૧૦ દરમ્યાન દર્શને નહી આવવા, પદયાત્રા મોકુફ રાખવા, તેમ જ પદયાત્રીઓ માટેના તમામ સેવાકેમ્પ પણ બંધ રાખવા જાહેર અપીલ કરાઇ છે. આ અંગે કોવિડ એપેડેમીક એકટ હેઠળ વહિવટી તંત્ર દ્વારા વિધિવત જાહેરનામં બહાર પાડવામાં આવ્યુ છે.