સુરત શહેર પ્રભારી રામ ઘડુક પર આપના કાર્યાલય ખાતે ભાજપના કાર્યકતાઓ દ્વારા જીવલેણ હુમલો
આજે બપોરે અદાંજીત બપોરે 2 વાગ્યા આસપાસ યોગીચોક ખાતેના આપ કાર્યાલય પર બેસેલા આપ સુરત શહેર પ્રભારી રામ ઘડુક પર એક વ્યક્તીનો ફોન આવ્યો કે અમારે ૩૦ થી ૩૫ જણાને AAP માં જોડાવુ છે તો આપ ક્યા મળશો તો રામ ઘડુકે તેમને કાર્યાલય પર બોલાવ્યા હતા,ફોન આવ્યા બાદ 10 જ મિનિટમાં 5 જણા કાર્યાલય પર ઘસી આવ્યા અને આવતાની સાથે એક વ્યકતીએ તીક્ષ્ણ હથીયાર તરીકે પોતાના પેન્ટમાં સંતાડેલો છરો બહાર કાઢ્યો અને કહ્યું કે હવે જો તુ આરોગ્યમંત્રી કાનાણી કે ભાજપનો વિરોઘ કરશો કે કોઇને વિરુઘ્ઘ પોસ્ટર લગાવશો કે ફેસબુક પર લખાણ લખશે તો જાનથી મારી નાખીશુ એવુ કહીને ગંદી ગાળો આપવા લાગ્યા ત્યારબાદ ત્યા હાજર બીજા વ્યક્તીએ પ્લાસ્ટીકની ખુરશી રામ ધદૂક પર મારી દીધી ને રામ ઘડુક ને નિચે પાડી દિઘા બાદ આ દરેક વ્યક્તીએ રામ ઘડુક ના માથા,મોઢા અને છાતીના ભાગે મુક્કા,ઢીકા અને પગથી માર્યું અને પ્લાસ્ટીકની તુટી ગયેલા પાયાથી મોઢાના ભાગે વઘારે પડતુ મારતા રામ ઘડુકના જમણી બાજુના કાનમાં ગંભીર રીતે વાગ્યુ છે કાનને સમગ્ર ભાગ તુટી ગયો છે તેમજ તેમની આખો માંથી લોહીના ટીપા આવી ગયા ત્યા સુઘી મોઢા પર માર મારવામાં આવેલ છે તેમજ તેમને માથા અને છાતીના ભાગે પણ સખત વાગ્યુ હોવાથી દુખાવાની તકલીફ થઇ રહી છે જે ડોક્ટરી સારવાર બાદ જ માલુમ પડશે
ત્યારબાદ ત્યા હાજર કાર્યકતાઓ એ ૧૦૮ માં ફોન કરતા કોરોના બિમારીના કારણે ૧૦૮ અન્ય રુટોમાં વ્યસ્ત હોવાથી ૧૦૮ની એક કલાકની રાહ જોયા બાદ પણ ન પહોચતા પાર્ટીના કાર્યકતાઓ પ્રાઇવેટ ગાડી દ્વારા હાલ રામ ઘડુકને સ્લીમેર હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરેલ છે
હુમલો કરનાર વ્યકતીઓ વારંવારં આરોગ્યમંત્રી કાનાણી તેમજ ભાજપની તરફદારી કરી રહ્યા હતા તે વાત પરથી ચોક્કસ એક વાતતો નકકી થઇ કે આ ભાજપ તરફી કે આરોગ્યમંત્રી કુમાર કાનાણી તરફથી મોકલાયેલા ગુડાઓ જ હતા જે રીતે ભાજપ પોતે સરકાર ચલાવામાં તદ્દન નિષ્ફળ નિવડી છે
ને જે રીતે આમ આદમી પાટીનો ગુજરાતમાં વ્યાપ વઘી રહ્યો છે ને આપ જે સફળ વિરોઘપક્ષની ભુમીકી નિભાવી રહી છે તેનાોથી ડરીને ભાજપના નેતાઓ દ્વારા અન્ય પક્ષોના કાયઁકરો પર આવા હિસંક હુમલા કરાવીને લોકોનો અવાજ દબાવવાનો હિન પ્રયાસ કરી રહ્યા છે