શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ : આનંદાલયની અનોખી કાર્યશાળા, ''કેળવણીની નવી કેડી''
કેળવણીમાં પાયાનું કામ કરતું સમર્પિત શિક્ષકોનું એક આગવું વૃંદ એટલે આનંદાલય....
આનંદાલય શિક્ષણ જગતમાં વિવિધ આયામો દ્વારા સાચી કેળવણી પ્રસ્થાપિત કરવા માટે સક્રિય છે. આનંદાલય ચરિત્ર નિર્માણ દ્વારા શિક્ષણમાં પરિવર્તન પર કામ કરે છે. તે વિવિધ પ્રકલ્પો - આયામો ચારિત્ર્યને જ કેન્દ્રમાં રાખીને પ્રવૃત્તિઓ કરે છે. આનંદાલયે આ ઉપક્રમના ભાગરૂપે 11 - 12 - 13 ડિસેમ્બર 2021 એમ ત્રિદિવસીય ''કેળવણીની નવી કેડી'' કાર્યશાળા લોકભારતી સણોસરા ખાતે યોજી હતી. આ કાર્યશાળામાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી ૩૩ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
KG થી PG સુધીના કેળવણીકારો એક સાથે...
આ કાર્યશાળા એટલા માટે અનોખી છે કે આ કાર્યશાળામાં શિક્ષણ સાથે સંકળાયેલા સરકારી શિક્ષકો, પ્રાઈવેટ શાળાના શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, આચાર્યો, નિયામકો, ટ્રસ્ટીઓ, સીઆરસી & સીઆરસી, અધ્યાપકો, હોમસ્કૂલના અભિભાવકો વગેરે વિવિધતા સભર સહભાગીઓ જાતે શીખવા માટે જોડાયા હતા.
કોઈ આદેશ કે પરિપત્ર વગર જોડાયા શિક્ષકો.
આ કાર્યશાળા એટલા માટે વિશેષ હતી કે આવેલા સહભાગીઓ કોઈપણ પ્રકારના પરિપત્ર વગર જોડાયેલા. શીખવું એ શાળા-સમાજની નહીં પણ મારી જરૂરિયાત છે એવું સમજનારા, આજીવન વિદ્યાર્થી તરીકે જીવતા, હ્રદય અને મનથી સાચાં શિક્ષકો પોતાની સ્વ-ઈચ્છાથી આ શિબિરમાં આવેલા હતા.
શિક્ષકોએ એ સાબિત કર્યું કે શીખવું એ અમારી જરૂરિયાત...
આ કાર્યશાળા એટલા માટે અન્ય તાલીમોથી જુદી હતી કેમકે અહિયાં પ્રવચનો, ભાષણો, ઉપદેશો અને માહિતીઓની જગ્યાએ એવી પ્રક્રિયા કરાવવામાં આવી હતી કે શિક્ષકો પોતાની જાત સાથે વાત કરવા માટે મજબૂર થાય. આવેલા તમામની સહભાગિતા બની રહે તે માટે શીખવાના તમામ આયામોનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.
પ્રવચનો-ભાષણો વિનાની ફક્ત ક્રિયાત્મક શિબિર.
આ કાર્યશાળામાં ઉપસ્થિત તમામ શિક્ષકોએ કાર્યશાળાનો ખર્ચ અને આવવા-જવાનું ભાડું સ્વયં પોતે નિભાવ્યું હતું. શીખવા માટે કિંમત ચૂકવવી જોઈએ એ આવેલા સહભાગીઓએ સાબિત કરી બતાવ્યું હતું. ભોગ આપ્યા વગર કંઈ વિશેષ મળતું નથી. ઉપસ્થિત સહભાગીઓએ પોતાની હકની રજાઓ પાડીને, કોઈપણ T.A./D.A.ની અપેક્ષા વગર પ્રમાણપત્ર વિના ફક્ત શીખવાની ભાવનાથી ઉપસ્થિત રહ્યા શિક્ષકો.
ફક્ત શીખવાની ભાવ સાથેની કાર્યશાળા.
આ કાર્યશાળામાં બિનજરૂરી - સમયનો વ્યય થાય તેવું એક પણ કાર્ય કરવામાં આવ્યું નોહ્તું. પૂર્ણ ત્રણેય દિવસના ક્ષણેક્ષણનો ઉપયોગ થયો છે. શાળામાં કરવું અનિવાર્ય હોય તેવું મોજીલાં શિક્ષણના પ્રત્યેક્ષ પ્રયોગો બતાવવામાં આવ્યા હતા. કાર્યશાળામાં દરેકે એ સંકલ્પ લીધો હતો કે જે શીખ્યા છીએ તે જઈને શાળામાં કરવાનું શરૂ કરીશું. આ કાર્યશાળામાં શિક્ષણના સિદ્ધાંતોની સમીક્ષા અને કેળવણીના મૂળ તત્ત્વોની વિવેચના પણ કરવામાં આવી હતી.
કેળવણીની નવી કેડી કાર્યશાળાના સંચાલક તરીકે લોકભારતી સણોસરાના અધ્યાપક શ્રી વિશાલ ભાદાણીએ સન્નિષ્ઠ સેવાઓ આપી હતી. આ કાર્યશાળાના મુખ્ય માર્ગદર્શક તરીકે લોકભારતી સણોસરાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરૂણભાઈ દવેએ સેવા આપી હતી. આનંદાલયના સ્થાપક અને વર્તમાન સંયોજક ડૉ. અતુલ ઉનાગર (ભાઈજી)એ આ કાર્યશાળામાં સંયોજક તરીકે સેવાઓ આપી હતી.
આ કાર્યશાળાનો સંપર્ણ શ્રેય જાતે શીખવા માટે આવેલા સહભાગી શિક્ષકોને જ જાય છે.
આ પ્રકારની નવા સહભાગીઓ માટે બીજી કાર્યશાળા 27 ફેબ્રુઆરીથી 01 માર્ચ 2022ના રોજ આનંદાલય લોકભારતી સણોસરા ખાતે યોજવા જઈ રહી છે. પ્રવેશ ઈચ્છતા કેળવણી ક્ષેત્રના વ્યક્તિઓ સંકલનકર્તા ડૉ. પૂર્ણિમા ત્રિવેદી 9426985162નો સંપર્ક કરે.
સંયોજક - આનંદાલય
ડૉ. અતુલ ઉનાગર (ભાઈજી)