ઓગસ્ટ મહિનામાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, જાણો કેમ...
ઓગસ્ટમાં 13 દિવસ બેંક બંધ રહેશે. જાણો, કેમ રહેશે બેંક બંધ?
કોરોના કાળની વચ્ચે ઓગસ્ટ મહિનો શરુ થઇ ગયો છે.સ્વાભાવીક છે કે મહિનાની શરુઆત થતા જ લોકો પોતાનુ પ્લાનીંગ બનાવી દેતા હોય છે. જોકે આ વખતે પ્લાનીંગ બનાવતા પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે બેંક કેટલા દિવસ ખુલી રહેશે. કારણ કે ઓગસ્ટ મહિનામાં બેંક, એક-બે નહી, પુરા 13 દિવસ રહેશે બંધ
ઓગસ્ટ મહિનાના પહેલા દિવસથી જ રજા શરુ થઇ જાય છે પહેલી ઓગસ્ટે બકરીઇદ, બે ઓગસ્ટે રવિવાર અને ત્રણ ઓગસ્ટે રક્ષાબંધન એમ સળંગ ત્રણ રજાઓ સાથે મહિનાની શરુઆત થાય છે. દરેક રાજ્યમાં પોતાના તહેવારો મુજબ અલગ અલગ રજાઓ રહેતી હોય છે
ઓગસ્ટમાં આવનારી રજાઓ
1 ઓગસ્ટ : બકરી ઇદ
2 ઓગસ્ટ : રવિવાર
3 ઓગસ્ટ : રક્ષાબંધન
8 ઓગસ્ટ : બીજો શનિવાર
9 ઓગસ્ટ : બીજો રવિવાર
11 ઓગસ્ટ : જન્માષ્ટમી
15 ઓગસ્ટ : સ્વાતંત્ર્ય દિવસ
16 ઓગસ્ટ : રવિવાર
21 ઓગસ્ટ : તીજ (હરિતાલિકા)
22 ઓગસ્ટ : ગણેશ ચતુર્થી, ચોથો શનિવાર
23 ઓગસ્ટ : રવિવાર
30 ઓગસ્ટ : રવિવાર, મોહરમ
31 ઓગસ્ટ : ઓણમ