ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની કરવામાં આવી જાહેરાત
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે બીસીસીઆઈએ ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ ત્યાં એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-૨૦ મેચ રમાશે. ટેસ્ટ અને વનડે સીરીઝ માટે મિતાલી રાજ ટીમની કેપ્ટન હશે અને ટી-૨૦ સીરીઝ માટે હરમનપ્રીત કૌર ટીમની કેપ્ટનશીપ કરશે.
ઓપનર બેટ્સમેન યાસ્તિકા ભાટિયા અને મીડીયમ પેસર મેઘના સિંહને ટેસ્ટ ટીમમાં પ્રથમ વખત સામેલ કરવામાં આવી છે. ઇંગ્લેન્ડ સામે ટીમમાં જગ્યા ગુમાવનારી રાજેશ્વરી ગાયકવાડે ટીમમાં વાપસી કરી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી ગાર્ગી બેનર્જીને ટીમ મેનેજરના રૂપમાં નિમણુકતા કરવામાં આવી છે.
એકમાત્ર ટેસ્ટ અને વનડે સીરીઝ માટે ભારતીય મહિલા ટીમ આ પ્રકાર છે : મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ-કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પૂનમ રાઉત, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, યાસ્તિકા ભાટિયા, તાનિયા ભાટિયા (વિકેટકીપર), શિખા પાંડે, ઝુલન ગોસ્વામી, મેઘના સિંહ, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ, રિચા ઘોષ, એકતા બિષ્ટ.
ટી-૨૦ સીરીઝ માટે ભારતીય મહિલા ટીમ આ પ્રકાર છે : હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, યાસ્તિકા ભાટિયા, શિખા પાંડે, મેઘના સિંહ, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ, રિચા ઘોષ (વિકેટકીપર), હરલીન દેઓલ, અરુંધતી રેડ્ડી, રાધા યાદવ, રેણુકા સિંહ ઠાકુર.
ભારતીય ટીમ 29 ઓગસ્ટના રોજ બેંગલુરુથી ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે અને તેમના ત્યાં પહોંચ્યા બાદ 14 દિવસનો કોરેન્ટાઇનનો સમય પણ હશે. ધ હન્ડ્રેડમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓને 22 ઓગસ્ટ સુધીમાં બેંગલુરુમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે, ત્યારબાદ તે ટીમની સાથે ઉડાન ભરતા પહેલા છ દિવસ માટે કોરેન્ટાઇનમાં રહેશે. ઓસ્ટ્રેલિયા જતા પહેલા ખેલાડીઓ અને કર્મચારીઓનું નિયમિત પરીક્ષણ કરવામાં આવશે.