જામનગર જી.જી.હોસ્પીટલમાં કોવીડ હોસ્પીટલમાં વૈકલ્પિક સારવાર માટે આયુર્વેદ-હોમિયોપેથી સારવાર શરૂ કરાઈ
ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની તાજેતરની જામનગરની મુલાકાત દરમ્યાન સમીક્ષા બેઠકમા નકકી થયા અનુસાર જામનગરની જી.જી.હોસ્પીટલમાં કોવીડ હોસ્પીટલના ગ્રાઉન્ડ ફલોરામા આજ રોજથી વૈકલ્પિક સારવાર માટે આયુર્વેદ-હોમીયોપેથ સારવાર પણ શરુ કરવામાં આવી છે.
જાહેર જનતા માટે આ ઑ.પી.ડી.નો સમય સવારે ૯.૦૦ થી સાંજે પ.૦૦ કલાક સુધીનો રહેશે. આ ઑ.પી.ડી.માં આયુર્વેદ અને હોમીયોપેથીના તજજ્ઞો સેવાઓ આપશે. આજ રોજ આ ઓપી.ડો.નો પ્રારંભ કલેકટર રવિશંકરના હસ્તે કરવામાં આવેલ છે.
જામનગર જીલ્લાની જનતાને આ પ્રાચિન વિજ્ઞાનની અમુલ્ય સારવારનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. આ તકે કલેકટરશ્રી દ્વારા હેલ્પડેસ્કની પણ મુલાકાત લેવામાં આવી હતી.
આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના કમિશ્રનર સતીષ પટેલ, આયુર્વેદ યુનિ.ના વાઇસચાન્સેલર અનુપ ઠાકર, કોવીડ હોસ્પીટલ ખાતે અમદાવાદથી પધારેલા નિષ્ણાંત ડોકટરો ડો. રાકેશ જોશી તથા ડો. જીતેન્દ્ર દેસાઇ, ઉપરાંત મેડીકલ કોલેજના અધિકારીઑ ડો. નંદીની દેસાઇ, ( ડીન, મેડીકલ કોલેજ) ડો. મનીષ મહેતા, (મેડીસીન વિભાગના વડા ) ડો. એસ. એસ ચેટરજી , ઇનચાર્જ તબીબી અધિક્ષક ડો. ધર્મેન્દ્વ વસાવડા, ડો. વંદના ત્રિવેદી, ( એનેસ્થેસ્યોલોજી ના વડા) ડો. ઇવા ચેરટજી તથા તેમની ટીમના સભ્યો હાજર રહેલ હતાં.