બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી કરવાના અધિકાર અપાયા, એલોપેથિક ડોક્ટરો ભડક્યા.

આર્યુવેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી કરવા માટે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિને લીલી ઝંડી આપી દીધી છે.જે અનુસાર તેમને જનરલ સર્જરી, નાક, કાન, ગળુ, આંખ, ઓર્થોપેડિક, ડેન્ટલ સબંધી બીમારીઓની સારવાર માટે જરુરી સર્જરી કરવાની પરવાનગી મળશે.

જોકે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આ પ્રકારની મંજૂરી આપવા સામે પૂરજોશમાં વિરોધ શરુ કર્યો છે અને આ નિર્ણયને આર્યુવેદિક ડોક્ટરોને પાછલા બારણેથી એલોપથીમાં એન્ટ્રી આપવાના પ્રયાસ સમાન ગણાવ્યો છે.મેડિકલ એસોસિએશનનુ કહેવુ છે કે, આ સંજોગોમાં નીટ જેવી પરીક્ષાનુ કોઈ મહત્વ નહી રહે અને આ મંજૂરી આપતુ જાહેરનામુ રદ થવુ જોઈએ.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના કહેવા પ્રમાણે આ નિર્ણયના ઘાતક પરિણામ સામે આવશે.જો આ પ્રકારના શોર્ટકટને માન્યતા આપવામાં આવી તો પછી નીટનુ મહત્વ ખતમ થઈ જવાનુ છે.

આઈએમએ દ્વારા સરકારને અપીલ કરવાની સાથે સાથે પોતાના બીજા સભ્યો અને ડોક્ટરોને પણ ચેતવણી આપી છે કે, આર્યુવેદિક ડોક્ટરોને કોી પણ પ્રકારની ટ્રેનિંગ આપે નહી.આ રીતે અલગ અલગ સારવાર પધ્ધિતની ભેળસેળ ના થાય તે માટે તમામ પ્રયાસો કરવા પડશે.દરેક અલગ અલગ સિસ્ટમને પોતાની રીતે આગળ વધવા દેવામાં આવે.

જોકે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિનનુ કહેવુ છે કે, 25 વર્ષથી આર્યુવેદ ડોક્ટરો સર્જરી કરી રહ્યા છે.આ નોટિફિકેશન માત્ર તેને માન્યતા આપવાનુ કામ કરે છે.નોટિફિકેશન પ્રમાણે આર્યુવેદના પીજી કોર્સના વિદ્યાર્થીઓને અલગ અલગ સર્જરી અંગે જાણકારી આપવામાં આવશે.ખાસ કરીને નાક, ગાલ, ગળા, આંખની સર્જરી માટે તેમને વિશેષ રીતે ટ્રેનિંગ અપાશે.