બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના સામે લડવા માટે અઝીમ પ્રેમજીએ હવે સાચેમાં ઘણી મોટી રકમ દાનમાં આપી છે

કોરોના વાયરસથી લડવા માટે અઝીમ પ્રેમજીની તરફથી ડોનેશનની જાહેરાત થઇ ગઈ છે. વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઈઝીસ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન મળીને ૧૧૨૫ કરોડ રૂપિયા ડોનેટ કરી રહ્યા છે. લાઈવ મીંટના રિપોર્ટ અનુસાર, આ રકમમાંથી વિપ્રો લિમિટેડ ૧૦૦ કરોડ આપશે, વિપ્રો એન્ટરપ્રાઈઝીસ ૨૫ કરોડ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન ૧ હજાર કરોડ રૂપિયા. વિપ્રોએ તેમના સ્ટેટમેન્ટમાં કહ્યું,


આ સંસાધન આ મહામારી સામે લડી રહેલી આપણી મેડીકલ સર્વિસ અને બાકી સર્વિસને સક્ષમ કરશે. મહામારીનો માણસો પર જે પ્રભાવ પડી રહ્યો છે તેને ઓછું કરવા માટે આ લોકો સતત કામ કરી રહ્યા છે.

આ અગાઉ ખબર આવી હતી કે અઝીમ પ્રેમજીએ ૫૦ હજાર કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે, કોરોનાથી લડવા માટે આ સમાચાર ઘણા વાયરલ થયા હતા, પરંતુ બાદમાં ખબર પડી કે આ ખબર માર્ચ ૨૦૧૯ ની છે. એ હકીકત છે કે અઝીમ પ્રેમજીએ ૫૦ હજાર કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા, પરંતુ એક વર્ષ અગાઉ.


આ અગાઉ ટાટા ગ્રુપે પણ કોરોના સામે લડવા માટે ૧૫૦૦ કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા. ટાટા ટ્રસ્ટે ૫૦૦ કરોડ રૂપિયા ડોનેટ કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ ટાટા સંસે પણ ૧ હજાર કરોડ રૂપિયા ડોનેટ કરવાની વાત કરી હતી.

આ ઉપરાંત દેશના ઘણા વ્યાપારી, કલાકારો, ક્રિકેટરોથી લઈને સામાન્ય માણસ પણ ડોનેટ કરવા માટે આગળ આવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ ડોનેશન માટે વડાપ્રધાન રાહત ફંડ પણ બનાવ્યું છે.