બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બાબરી ધ્વંસ કેસ કેટલા વર્ષ પહેલાનો અને કેટલા પાનાની ચાર્જશીટ જૂઓ સંપૂર્ણ વિગત...

28 વર્ષ... 2500 પેજની ચાર્જશીટ, 351 સાક્ષી, અડવાણી સહિત 32 આરોપી, આજે આવશે નિર્ણય

અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત 48 લોકો વિરુદ્ધ FIR થયા હતા, તેમાંથી 16 લોકોનાં નિધન થઈ ગયાં
1993માં હાઇકોર્ટના આદેશ પર લખનઉમાં સ્પેશિયલ કોર્ટ બની, 994 સાક્ષીનું લિસ્ટ હતું

અયોધ્યામાં એક બાજુ રામમંદિર નિર્માણ શરૂ થઈ ગયું છે, જ્યારે બીજી બાજુ આજે વિવાદિત ઇમારત તોડી પાડવાને લઈ ચુકાદો આવવાનો છે. 28 વર્ષ પહેલાં 6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં કારસેવકોએ બાબરી મસ્જિદની ઇમારત તોડી પાડી હતી. ઇમારત તોડી પાડવાનો આરોપ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 48 લોકો પર લગાવવામાં આવ્યો હતો. તેમાંથી 16 લોકોનાં નિધન થઈ ગયાં છે. CBIની સ્પેશિયલ કોર્ટ આજે 32 આરોપીનાં નસીબ પર ચુકાદો સંભળાવવાની છે.

અડવાણી-ઉમા સહિત પાંચ નેતા હાજર નહીં રહે
બાબરી ધ્વંસ કેસ પર ચુકાદાના સમયે પાંચ આરોપી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, શિવસેના સાંસદ રહેલા સતીશ પ્રધાન, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ હાજર રહેશે નહીં. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ કોર્ટમાં હાજર થવા માટે લખનઉ પહોંચી ગયા છે. થોડા દિવસ પહેલાં તેઓ કોરોનામાં ઝડપાઈ ગયા હતા, ત્યાર પછીથી તેમની સારવાર ચાલતી હતી.

મહંત નૃત્યગોપાલ દાસ તેમની ખરાબ તબિયતને કારણે હાજર થવાના નથી. તેમના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું હતું કે મહંત નૃત્યગોપાલ દાસ મહારાજની તબિયત સારી નથી. કોરોના સંક્રમિત થયા પછી તેઓ બહાર નથી જતા. તેમની નિયમિત મેડિકલ તપાસ કરવામાં આવે છે. કોર્ટને બધું ખબર જ છે, તેથી તેઓ કોર્ટમાં હાજર થવાના નથી. તેઓ મણિરામ છાવણીમાં રહીને જ કોર્ટનો ચુકાદો સાંભળશે.

17 વર્ષ ચાલી લિબ્રહાન આયોગની તપાસ
6 ડિસેમ્બર 1992ના 10 દિવસ પછી જ કેન્દ્ર સરકારે લિબ્રહાન આયોગની રચના કરી હતી. તેને 3 મહિનામાં પોતાનો રિપોર્ટ આપવાનો હતો, પરંતુ તેણે તપાસમાં 17 વર્ષ લીધાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન અંદાજે 48 વખત આયોગનું વિસ્તરણ કરવામાં આવ્યું.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આયોગ પર આઠથી દસ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. 30 જૂન 2009ના રોજ આયોગે તેનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ તપાસ રિપોર્ટના કોઈપણ પ્રયોગ કેસમાં કરવામાં આવ્યો નહીં અને સીબીઆઈએ આયોગના કોઈ સભ્યનું નિવેદન પણ લીધું નથી.