બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

This browser does not support the video element.

શુ તમે ક્યારેય બાળ હાથીને પાણી ભરેલા ટબમાં નહાતા જોયો છે...તો જૂઓ પૂરો વીડિયો

ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા પર એવા ફની વીડિયો વાયરલ થઈ જાય છે જેને જોઈને કોઈનું પણ મન પ્રસન્ન થઈ જાય છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથીનું બાળક ટબમાં પાણી જોઈને એટલું ખુશ થઈ જાય છે કે તેમાં કુદી પડે છે. હકીકતે @HopkinsBRFC નામના ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો શેર કરાવમાં આવ્યો છે. તેમાં કેપ્શનમાં લખ્યું છે, ‘બાથ ટાઈમ’

પાણી ભરેલા ટબ પર નજર પડી અને કુદી પડ્યો બાળ હાથી

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક હાથીના બાળકને પાઈપથી નવડાવવામાં આવી રહ્યો છે. ત્યારે તે બાળ હાથીની નજર સામે પડેલા ટબ પર પડે છે. તે ટબમાં પાણી ભરેલું છે. પાણી ભરેલા ટબને જોતાની સાથે જે ટબમાં કુદી પડે છે.

પાણી સાથે મસ્તી કરવાના મુડમાં બાળ હાથી ટબમાં આળોટવા લાગે છે. ધબાક દઈને ટબમાં પડે છે અને ટબનું બધુ જ પાણી બહાર આવી જાય છે. ટબમાં નહાવા પડવા માટે તે ખૂબ ખુશ થઈ જાય છે અને પોતાનો બાથ ટાઈમ એન્જોય કરે છે. ટબમાં નહાવા માટે પડેલો આ બાળ હાથી ખૂબ જ ક્યુટ લાગી રહ્યો છે.

કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો છે. હાલ લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને તે ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે.