અફઘાનિસ્તાનથી આવ્યા ખરાબ સમાચાર, કાબુલ એરપોર્ટ પર ભાગદોડમાં ૭ લોકોના મોત
અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર ફરી એકવખત ખરાબ સમાચાર સામે આવ્યા છે. રવિવારના બ્રિટીશ સૈન્ય દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદન મુજબ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભાગદોડમાં સાત અફઘાનિસ્તાની નાગરિકોના મોત થયા ગયા છે. તેની સાથે સૈન્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે, હજુ પણ તાલીબાનના કબજામાં છટકીને જવું લોકો માટે ઘણું મુશ્કેલ છે. યુકેના સંરક્ષણ મંત્રાલય મુજબ એક નિવેદન મુજબ કહેવામાં આવ્યું છે કે, એરપોર્ટ પરની પરિસ્થિતિ હજુ પણ પડકારજનક બનેલી છે અને અમારા દ્વારા પરિસ્થિતિને સામાન્ય બનાવવા અને લોકોને સલામત રીતે બહાર કાઢવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
જ્યારે તાલિબાનના દ્વારા રવિવારના કાબુલનો કબજો મેળવ્યા બાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો આવવા લાગ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, આ મોત અફઘાનિસ્તાનમાં કથિત રીતે ઇસ્લામિક સ્ટેટ સંબંધિત જૂથો તરફથી નવો ખતરો સાબિત થઈ રહ્યો છે. જ્યારે એરપોર્ટ પર યુએસ તરફથી પ્રવૃતિઓમાં પણ ફેરફાર કરાઈ રહ્યા છે. અમેરિકન વિમાનો ફ્લાઇટ પહેલા ફ્લોરનો ઉપયોગ પણ કરી રહ્યા છે જેના લીધે તેમને નિશાન બનાવીને મિસાઇલો છોડી ન શકાય. શનિવારના અમેરિકી દૂતાવાસ દ્વારા નવી સુરક્ષા સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી. તેમાં નાગરિકોને અમેરિકી સરકારની સૂચના વગર કાબુલ એરપોર્ટ સુધી મુસાફરી ન કરવા માટે જણાવવામાં આવ્યું છે.
એક રીપોર્ટ મુજબ, અધિકારીઓ દ્વારા IS ના ખતરા અંગે વધુ વિગતો આપવામાં આવી નથી, પરંતુ તેને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, હુમલાની હજુ સુધી આતંકવાદીઓ દ્વારા પુષ્ટિ કરાઈ નથી, તેમણે આ અગાઉ તાલિબાન સામે લડાઈ પણ લડી હતી. રવિવારના બ્રિટિશ આર્મીએ કાબુલમાં ટોળામાં સાત નાગરિકોના મોતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભીડમાં કચડાઈ જવાથી કેટલાકને ઈજા પણ થઈ છે. ખાસ કરીને જ્યારે તાલિબાન લડવૈયાઓ દેશ છોડવાનો પ્રયત્ન કરી રહેલા નાગરિકોને ભગાડવા માટે હવામાં ફાયરિંગ કરતા જોવા મળ્યા છે. સોમવારના એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે અમેરિકા દ્વારા નીચે ઉડતા હેલિકોપ્ટર દ્વારા રનવે સાફ કરવાનો પ્રયત્ન કરવો પડ્યો હતો. આ દરમિયાન વિમાનમાં લટકીને દેશ છોડવાનો પ્રયત્ન કરી રહેલા કેટલાક નાગરિકોના પણ મોત નીપજ્યા હતા. તેમ છતાં ભીડમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવી નથી.