બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

31 ઓક્ટોબર સુધી ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટ પર પ્રતિબંધ

આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ સર્વિસ પર લાગેલા પ્રતિબંધોને 31 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય(DGCA)એ બુધવારે આ જાણકારી આપી. DGCAએ કહ્યું કે, કોરોના વાઈરસના કારણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર રહેલા પ્રતિબંધને 31 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવ્યો છે.




ઉલ્લેખનિય છે કે, દેશમાં 25 માર્ચથી લોકડાઉનની શરૂઆત થઈ હતી અને તે પહેલાં જ 23 માર્ચે તમામ આંતરરાષ્ટ્રી અને ડોમેસ્ટીક ફ્લાઈટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. 25મી મેથી ડોમેસ્ટીક ફ્લાઈટ સર્વિસ શરૂ કરી દીધી હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા સેવા હજુ બહાલ થઈ નથી.


બીજી બાજું વધી રહેલાં કોરોના સંક્રમણ વચ્ચે અનલોક 5.0ના દિશાનિર્દેશ પણ બુધવારે જાહેર કરી દેવામાં આવ્યા છે. તહેવારો અને સીઝનને જોતા સરકારે અનલોક-5.0માં છૂટછાટ વધારી દીધી છે. જે હેઠળ સરકારે સિનેમા હોલ, એન્ટરટેન્ટમેન્ટ પાર્ક, સ્વિમિંગ પૂલને 15 ઓક્ટોબરથી ખોલવાની મંજુરી આપી દીધી છે.


ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર હવે સિનેમાઘર અને મલ્ટિપ્લેક્સને 50% સીટો સાથે ખોલી શકાશે. ગાઇડલાઇનમાં જણાવ્યા પ્રમાણે 15 ઓક્ટોબરથી સિનેમાઘર, મલ્ટિપ્લેક્સને ખોલી શકાશે. તો સ્વિમિંગ પુલને પણ ખોલવાની મંજૂરી અનલોક 5માં આપવામાં આવી છે, પરંતુ સ્વિમિંગ પુલ માત્ર ખેલાડીઓની ટ્રેનિંગ માટે જ ખોલી શકાશે.


સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સને ખોલવા માટે સરકાર ઝડપથી દિશા નિર્દેશો જાહેર કરશે. જ્યારે શાળા કોલેજોને લઇને પણ અનલોક 5ની ગાઇડલાઇનમાં નિર્ણય કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબર બાદ શાળા અને કોલેજ ખોલવી કે નહીં તેનો નિર્ણય કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો ઉપર છોડ્યો છે. જો રાજ્ય સરકારને શાળા કોલેજ ખોલવી હશે તો વાલીઓની પણ મંજૂરી લેવી પડશે.