બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

બનાસ ડેરીના ચેરમેન કોણ બનશે તે થયું નક્કી...

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી આવનારી 19 ઓક્ટોબરે યોજાવાની છે. 16 ડિરેક્ટરો માટે બનાસ ડેરીની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આજે છેલ્લો દિવસ હતો જેમાં મોટા મોટા નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે.

બનાસ ડેરીની ચૂંટણીમાં 16માંથી 9માં કોઈએ ફોર્મ પણ ન ભરતા 9 ઉમેદવારો બિનહરીફ થયા છે જે સાબિત કરે છે કે શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન પદે યથાવત રહેશે.


ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. આ પેનલની નવ બેઠક ધાનેરા, લાખણી, વાવ, સુઈગામ, રાધનપુર, સાંતલપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડામાં તેમની પેનલ એકદમ બિનહરીફ છે અને તેમની સામે કોઈ ઉમેદવાર પણ ઊભો રહ્યો નથી.

આજે  છેલ્લા દિવસે બનાસડેરીમાં વાઇસ ચેરમેને ઉમેદવારી નોંધાવી છે. ડીસામાં મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોધાવી. ભાજપના આગેવાનો સાથે માવજી દેસાઈએ ઉમેદવારીપત્ર ભર્યુ હતુ. માવજી દેસાઈએ પત્રકારોથી ચોરી છુપી ફોર્મ ભરતા દર્શાવે છે કે ઘી ના ઠામમાં ઘી ઢળી ગયું છે.

ફરી એકવાર સહકારી ક્ષેત્રના રાજકારણમાં શંકર ચૌધરીએ ફરીથી પોતાને હુકમના એક્કા સાબિત કર્યા છે. ચૂંટણી યોજાય તે પૂર્વે જ બિનહરીફ ચૂંટાઈ આવવાનું સુનિશ્ચિત કરવુ તે શંકર ચૌધરીનો દબદબો યથાવત રહ્યો છે.