વડોદરા સેન્ટ્રલ જેલમાં ફૂટ્યો કોરોના બૉમ્બ, એક સાથે 43 કેસ સામે આવ્યા
ગુજરાતમાં કોરોનાની મહામારી દરમિયાન વડોદરામાં પણ રોજના 80 થી 90 કોરોનાના કેસ સામે આવે છે.જેમાંથી બે દિવસ પહેલા સેન્ટ્રલ જેલમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 18 કેસ જોવા મળ્યા હતા.
ત્યારબાદ તેમાં કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા જેમાંથી આજે એક સાથે 43 કેસ સામે આવ્યા .તેની સાથે ટોટલ સેન્ટ્રલ જેલમાં આજ સુધી 63 કેસ સામે આવેલા છે.
ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1052 નવા કેસ નોંધાયા છે.જેમાંથી સૌથી વધારે સુરતમાં 258 કેસ અને અમદાવાદમાં 184 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 56874 થયો જેમાંથી અત્યારે 13146 કેસ એક્ટિવ છે.
રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2348 લોકોનાં મોત નિપજયા છે.છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મૃત્યુ થયેલ છે.