બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બટાટાએ અડધી જ્યારે ડુંગળીએ સદી ફટકારી, તહેવારોની મોસમમાં હજું પણ વધી શકે છે ભાવ.

સામાન્ય માણસની મુશ્કેલી દરરોજ વધી રહી છે, દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ડુંગળીનાં ભાવ 100 રૂપિયા કિલોગ્રામ પર પહોંચી ગયા છે, ત્યાં દિલ્હીમાં એક કિલો ડુંગળીની કિંમત 70થી 80 રૂપિયાની કિમત થઇ ગઇ છે, ચેન્નઇમાં ડુંગળીનો રીટેલ ભાવ 70થી 90 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે.

મંગળવારે બીજા શહેરોની તુલનામાં ચેન્નઇ અને મુંબઇમાં ડુંગળી મોંઘી વેચાઇ રહી છે, વેપારીઓનું કહેવું છે, કે આગામી 15 દિવસ સુધી શાકભાજીની કિંમતોમાં ઘટાડો થાય તેવી કોઇ શક્યતા જોવા મળતી નથી.

મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ,બિહાર, ગુજરાત, અને રાજસ્થાન ડુંગળીનાં મોટા ઉત્પાદક રાજ્યો છે, જો કે આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, અને બિહારમાં આ વર્ષે પૂર આવવાથી ડુંગળીનું ઉત્પાદન ઘટ્યું છે, જ્યારે ઉત્તપ્રદેશમાં કરાવૃષ્ટી થતા ડુંગળીનાં ખેડુતોને નુકસાન થયું છે.

તહેવારોનાં દિવસોમાં ડુંગળીની કિંમતો 100ને પાર, જ્યારે બટાટાની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલો થઇ છે, લસણ 170 રૂપિયા પ્રતિ કિલો અને લીલા શાકભાજી રિટેલ બજારમાં 60થી 200 રૂપિયા પ્રતિ કિલો થઇ ગઇ છે, મટર આ સમયે મુંબઇનાં રિટેલ બજારમાં 200 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઇ રહ્યું છે. અને આગામી દિવસોમાં હજું પણ તેની કિંમતો વધી શકે છે.

દિલ્હીનાં જાણીતા આઝાદપુર માર્કેટમાં પણ ડુંગળી 50થી 60 રૂપિયા પ્રતિ કિલો વેચાયું, જો કે છેલ્લો ભાવ 46 રૂપિયા હતો, કોલકાંત્તામાં 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો રહ્યો, જો કે પહેલા તે 55 રૂપિયા હતો. મોટા વેપારીઓએ સંગ્રહાખોરી શરૂ કરી હોવાથી પણ ડુંગળી, બટાટા સહિતનો ભાવ વધી શકે છે,