બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોનાને કારણે અત્યંત ગરીબીની ચપેટમાં આવશે 15થી 17.5 કરોડ લોકો: UN એક્સપર્ટ.

વધારે ગરીબી અને માનવાધિકાર મામલાના એક વિશેષ દુત ઓલિવિયર ડી શટરે કહ્યું કે કોરોનાના કારણે 15થી 17.5 કરોડ લોકો ઘોર ગરીબીની ચપેટમાં આવશે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિ- સામાજીક, માનવીય અને સાંસ્કૃતિકને આ વિશે જાણકારી આપી, સમિતિના પ્રતિનિધિઓએ પોતાના ઘણાં સંવાદમાં દુનિયાના સૌથી નબળા વર્ગની દુર્દશાને લઈને ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું. આપણે વિકાસ મોડલ પર પુનર્વિચાર કરવો જોઈએ.

વધુમાં તેમણે કહ્યું કે, જે લોકો ઘોર ગરીબીની ચપેટમાં આવશે તેમાંથી મોટાભાગના અનૌપચારિક ક્ષેત્રમાં કે અનિશ્ચિત રોજગારની સ્થિતિમાં કામ કરનારા શ્રમિકો હશે. તેમાંથી મોટા ભાગની મહિલાઓ હશે. આર્થિક સુધારાને આકાર આપવા માટે પર્યાવરણીય સ્થિરતા અને સામાજીક ન્યાયને પૂર્વશરત માનવામાં આવવી જોઈએ.

શટર સમિતિના પ્રતિનિધિઓ સાથે વર્ચ્યૂઅસ સંવાદમાં ભાગ લેનારા પાંચ સ્વતંત્ર તજજ્ઞોમાંથી એક હતા. ચર્ચામાં ઘોર ગરીબી અને આંતરિક વિસ્થાપનને લઈને શિક્ષણ, માનવાધિકારો, સુરક્ષિત પીવાનું પાણી અને પુરતા આવાસ જેવા વિષયોને સામેલ કરવામાં આવ્યા હતા.

તજજ્ઞોએ સંઘર્ષ અને જળવાયુ પરિવર્તન વચ્ચે પરસ્પર સંબંધનો ઉલ્લેખ કર્યો. તેમણ તે સુનિશ્ચિત કરવા માટે પગલું ભરવાની ભલામણ કરી કે વિદ્યાર્થીઓને મહામારી દરમિયાન શાળામાં સ્વચ્છ પાણી અને અન્ય સ્વચ્છતા સુવિધા મળી શકે.